HomeElection 24Gujarat Budget 2024-25: ગુજરાત બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો, વાપી છેવટે બની...

Gujarat Budget 2024-25: ગુજરાત બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો, વાપી છેવટે બની મહાનગરપાલિકા – INDIA NEWS GUJARAT

Date:

Gujarat Budget 2024-25: નાણામંત્રી કનુભાઈ દેશાઈનું હોમટાઉન વાપી

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રજુ કરેલા રાજ્યના બજેટમાં ઔદ્યોગિક નગરી વાપીને મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત કરી છે. આથી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે.

વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો

ગુજરાતનાં આજે રજૂ થયેલા બજેટમાં 8 જેટલા શહેરોને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થઈ છે જેને લઈને વાપી નગર ના લોકો માં અનેરી ખુશી છવાઈ ગઈ છે. કનુભાઈ દેસાઈ વલસાડની પારડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. અને વાપી નાણામંત્રીનું હોમ ટાઉન છે. આથી બજેટ પર વાપીવાસીઓને ખૂબ જ અપેક્ષા હતી. અને અપેક્ષા મુજબ જ નાણામંત્રીએ વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા વલસાડ વાપીમાં ઉત્સાહનો માહોલ છે. જાહેરાત બાદ વાપી નગરપાલિકા પર ભાજપના કાર્યકર્તાઓ સાથે નગરપાલિકાના કોર્પોરેટરો એકઠા થઈ નાણામંત્રીની જાહેરાતને વધાવી લીધી હતી.

Gujarat Budget 2024-25: લાંબા સમયથી શહેરીજનોની માંગણી સંતોષાઇ

મહત્વપૂર્ણ છે કે નાણામંત્રી એ સતત ત્રીજી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. આ અગાઉના બે બજેટમાં પણ વાપી અને વલસાડ જિલ્લામાં વિકાસના અનેક કામોની જાહેરાત કરી હતી. જોકે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત થતા જ વાપીની વર્ષો જૂની માંગ સંતોષાઇ છે. અને વાપી નગરપાલિકા વિસ્તારની સાથે વાપી અને આજુબાજુના 9 થી વધુ ગામોનો નગરપાલિક મહાનગરપાલિકામાં સમાવેશ થવાને કારણે ગામોનો પણ રોકેટ ગતીએ વિકાસ થશે. તેવું લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

આમ વાપી નગરપાલિકાને આજે મળેલા મહાનગરપાલિકાના દરજ્જાને વાપી વાસીઓ ઉજવણી કરી અને વધાવી રહ્યા છે. વાપી સહિત અન્ય 8 શહેરમાં હવે આવનારા સમયે નગરપાલિકા ની જગ્યાએ મહાનગર પાલિકા બનવાનો માર્ગ ખુલ્લો થયો છે અને આને કારણે વધુ માં વધુ વિકાશની તકો ઊભી થવાથી શહેરીજનો પણ ખૂબ ઉત્સાહી દેખાઈ રહ્યા છે.

તમે આ પણ વાંચી શકો છો:

Arvind Kejariwal ED Summons: પાંચમી વખત EDના સમન્સ સમક્ષ હાજર નહીં થાય

તમે આ પણ વાંચી શકો છો:

Budget-2024 Announcement: બજેટમાં વસ્તી વધારા માટે સમિતિ!

SHARE

Related stories

Latest stories