HomeElection 24Green Flag To EVM-VVPAT Demonstration : ઈવીએમ-વીવીપેટ નિદર્શન વાનને લીલીઝંડી વલસાડ જિલ્લા...

Green Flag To EVM-VVPAT Demonstration : ઈવીએમ-વીવીપેટ નિદર્શન વાનને લીલીઝંડી વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પ્રસ્થાન કરાઇ – India News Gujarat

Date:

Green Flag To EVM-VVPAT Demonstration : વાન ક્ષિપ્રા આગ્રેએ પ્રસ્થાન કરાવી ચુંટણી મોબાઈલ વાન. LED મોબાઈલ વાન પાંચ વિધાનસભા બેઠક પર કરશે ભ્રમણ.

મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ને ધ્યાને લઈ મતદારોમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય. અને મતદારોમાં જાગૃતિમાં વધારો થાય. તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી. ગુજરાતથી ફાળવવામાં આવેલી LED મોબાઈલ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

મતદારો મુક્ત રીતે મતદાન કરી શકે

આગામી લોકસભા ચુંટણીમાં મતદારો મુક્ત રીતે મતદાન કરી શકે. અને EVM સાથે વીવીપેટ અંગે વિસ્તૃત જાણકારી મેળવી શકે. એમાટે LED મોબાઈલ વાન ને ભ્રમણ માટે જિલ્લા ચુંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના હસ્તે ખુલ્લી મુકાઇ હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી. પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર શ્વેતા પટેલ. જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્વેતા દેસાઈ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિજય ગોહિલ. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક એમ.સી.ગોહિલ અને વલસાડ ગ્રામ્ય મામલતદાર પી.કે.મોહનાની ઉપસ્થિત રહ્યા હતા.

Green Flag To EVM-VVPAT Demonstration : લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ

આ LED મોબાઈલ વાન દ્વારા વલસાડ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગમાં. ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમનું વિધાનસભા બેઠક પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ વલસાડ વિધાનસભા બેઠક પર તા. ૧૯ થી તા. ૨૯ જાન્યુઆરી સુધી, ધરમપુર વિધાનસભા બેઠક પર. તા. ૩૦ જાન્યુ.થી તા. ૫ ફેબ્રુ. સુધી, પારડી વિધાનસભા બેઠક પર. તા. ૬ થી તા. ૧૪ ફેબ્રુ. સુધી, ઉમરગામ વિધાનસભા બેઠક પર. તા. ૧૫ થી તા. ૨૩ ફેબ્રુ. સુધી અને કપરાડા વિધાનસભા બેઠક પર. તા. ૨૪ થી તા. ૨૯ ફેબ્રુ. સુધી નિદર્શન કરવામાં આવશે. જેનો જાહેર જનતા અને ખાસ કરી યુવા અને ગ્રામ્ય મતદારોને લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

તમે આ પણ વાચી શકો છો :

Traffic Awareness Drive:રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ યોજાઈ

તમે આ પણ વાચી શકો છો :

Woman Robs Old Lady: વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમને લૂંટતી મહિલા અમદાવાદથી ઝડપાઇ 

SHARE

Related stories

Latest stories