Ghar Ghar Sampark: લોકસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. અને તમામ ઘરે ઘરે જઈને ભાજપના ઝંડા લગાવી મતદારોને ભાજપને મત આપવા અપીલ કરાઇ હતી.
સમગ્ર ભરૂચમાં જુદી જુદી ટીમો બનાવી સંપર્ક અભિયાન
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ભોલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Ghar Ghar Sampark: અભિયાનમાં ધારાસભ્ય અને જિલ્લા પરમુખ જોડાયા
જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. હમેશા મતદારો સુધી પહોંચવા માટે ભાજપ દ્વારા જુદી જુદી પ્રાક્રની યોજના બનાવી આયોજનબદ્ધ રીતે લોકસંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના ભાગ રૂપે હાલ સમગ્ર ગુજરાતમાં ભાજપાના સ્થાપના દિન નિમિતે ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મહત્તમ લોકોના ઘર સુધી પહોંચીને મતદારોને અપીલ કરવામાં આવી રહી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ
તમે આ પણ વાંચી સકો છો :
Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા