Followers Of Politicians : 8 મહિલા ઉમેદવારોના સોસિયલ મીડિયા ફોલોવર્સ 15 લાખ સોશિયલ મીડિયા ફોલોઅર્સ સૌથી ઓછા 2834 સિદ્ધાર્થ ચૌધરી. કુલ ફોલોઅર્સ માંથી માત્ર 2.64% જ કોંગ્રેસ-આપના કોંગ્રેસમાં ધાનાણીના સૌથી વધુ 5.31 લાખ ફોલોઅર્સ.
51 ઉમેદવારોના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ અને આપના 51 ઉમેદવારોના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુલ 7.78 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તેમાંથી 85% એટલે કે 6.64 કરોડ ફોલોઅર્સ માત્ર અમિત શાહના છે. કુલ ફોલોઅર્સના માત્ર 2.64% ફોલોઅર્સ કોંગ્રેસ-આપ ઉમેદવારોના છે. 97 ટકાથી વધુ ફોલોઅર્સ ભાજપ ઉમેદવારોના છે.
અમિત શાહ 85% ફોલોવર્સ સાથે સૌથી ટોપ પર
હાલમાં લોકસભા ચુંટણીમાં સોસિયલ મીડિયા દ્વારા પ્રચાર એક સૌથી મોટું મધ્યમ બન્યું છે.. જેમાં દરેક પોલિટિકલ પાર્ટી જોર શોર થી પ્રચાર કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.. ત્યારે કે સર્વે પ્રમાણે ગુજરાતનાં કોંગ્રે ભાજપ અને આપના ઉમેદવારો માં સૌથી વધુ ફોલોવર્સ અમિત શાહના છે.. અમિત શાહ 85% ફોલોવર્સ સાથે સૌથી ટોપ પર છે.. તમામ 51 ઉમેદવારોની વાત કરીએ તો બધુમાળીને કુલ 7.78 કરોડ ફોલોવર્સ છે જેમાં એકલા અમિત શાહના જ 6.64 કરોડ ફોલોવર્સ છે.. તો કોંગ્રેસ માંથી સૌથી વધુ 5.31 લાખ ફોલોઅર્સ રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીના છે. ભાજપના 26 ઉમેદવારના કુલ ફોલોઅર્સ 7.58 કરોડ, કોંગ્રેસના 23 ઉમેદવારોના 18.71 લાખ અને આપના બે ઉમેદવારના 1.86 લાખ ફોલોઅર્સ છે.
Followers Of Politicians : પૂનમ માડમના 10.87 લાખ ફોલોઅર્સ
અહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ વગેરે જેવા માધ્યમનો સમાવેશ છે. 10 લાખથી વધુ ફોલોઅર્સ હોય તેવા 5 ઉમેદવારો છે. જો સૌથી ઓછા ફોલોવર્સની વાત કરીએ તો 2834 સોશિયલ મીડિયા ફોલોઅર્સ બારડોલી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના છે. 8 મહિલા ઉમેદવારોના ફોલોઅર્સની સંખ્યા 15.18 લાખ છે. જેમાં સૌથી વધુ પૂનમ માડમના 10.87 લાખ ફોલોઅર્સ છે. જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના ફોલોઅર્સ 2.07 લાખ છે. 52 ઉમેદવારોના સૌથી વધુ ફોલોઅર્સ એક્સ (ટ્વીટર) પર 3.76 કરોડ, ફેસબુક પર 2.09 કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર 1.84 કરોડ છે. જ્યારે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 8.68 લાખ ફોલોઅર્સ છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Amit Shah: અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જામકંડોરણામાં સભા સંબોધી