માજી સાંસદ અને સ્વર્ગીય મોહનભાઈ ડેલકરના પતની કલાબેન એ પોતાના હજ્જારો કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો
રાજ્યના પડોશમાં આવેલી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના કલાબેન ડેલકરને ટિકિટ આપી છે. જોકે તેઓએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યા પહેલા જ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા .આજે કલાબેન ડેલકર અને તેમના પુત્ર અભિનવ ડેલકર અસંખ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કલાબેન અને તેમના પુત્ર અભિનવ સાથે તેમની સાથે જોડાયેલા અસંખ્ય કાર્યકર્તાઓ ને ભાજપના અગ્રણીઓએ પાર્ટી માં આવકાર્યા હતા. સેલવાસના અટલ ભવન પર ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપમાં જોડાતા પહેલા કલાબેન અને તેમના સમર્થકો દ્વારા જંગી રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી તેઓ ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા .મહત્વપૂર્ણછે કે કલાબેન ડેલકર ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ છે. જ્યારે તેમના પુત્ર અભિનવ ડેલકર દાદરા નગર હવેલી શિવસેનાના પ્રદેશ પ્રમુખ હતા. જોકે તેઓએ આજે શિવસેનાને અલવિદા કરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેમના પ્રવેશની સાથે જ દાદરા નગર હવેલી શિવસેનાના તમામ હોદ્દેદારો અને જિલ્લા અને ગ્રામ પંચાયતોના તમામ પદાધિકારીઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આમ આખું શિવસેના ભાજપમાં ભળી જતા હવે દાદર નગર હવેલી માં શિવસેનાનું અસ્તિત્વ પૂરું થઈ ગયું છે . કલાબેન ને આવકારવા અટલ ભવન પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગે ભાજપમાં સામેલ થતાની સાથે જ કલાબેન ડેલકર અને તેમના પુત્ર અભિનવ ડેલકરે હવે પછી આગળ ભાજપના સંગઠન સાથે ખભે ખભા મિલાવી ચૂંટણી પ્રચારમાં ઉતરશે તેવું જણાવ્યું હતું.અને ભાજપના અગ્રણીઓ પણ નવા સાથીઓ સામેલ થતાં આ વખતે દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપ ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.