ગણદેવીમાં ચૂંટણીની ફરજ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકનું હદયરોગનો હુમલો આવતા મોત,
લોકસભા ચુંટણીમાં ઝોનલ ઓફિસર તરીકે જવાબદારી સોંપાઈ હતી
હાલમાં લોકસભાની ચૂંટણી અને તેમાં કાળજાળ ગરમીમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓની હાલત કકોડી થઈ છે ગણદેવી ખાતે જોનલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર પટેલને હૃદય રોગનો હુમલો આવતા તેમનું અવસાન થતાં સરકારી કર્મચારીઓ સહિત પરિવારમાં ગમગીની પ્રસરી જવા પામી છે.
નવસારી વિધાનસભાના મત વિસ્તારના રૂટ નંબર 20નાં ઝોનલ ઓફિસર તરીકે પ્રા.રાજેન્દ્ર જી.પટેલ જવાબદારી સોંપાઈ હતી કામગીરી દરમિયાન ગણદેવી તાલુકાના સાલેજ ગામે બુથ ઉપર ફર્નિચરની સુવિધા જોવા સવારે 10.30 કલાકે પ્રાથમિક શાળા પહોચ્યા હતા. ત્યારે પ્રા.રાજેન્દ્ર જી.પટેલ અચાનક ઢળી પડ્યા હતા.
પ્રા.રાજેન્દ્રભાઈને તબિયત અચાનક બગડી જતાં અને ઢળી પડતાં ગડત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ બીપી બારીયા કોલેજમાં ગણિત વિષના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવવા સાથે બીલીમોરા ખાતે રહેતા હતા. તેમના અવસાનને પગલે બી.પી બારીયા સાયન્સ કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ સર્જાયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી 42 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું છે જેમાં સતત ઊંચું તાપમાન રહેતા લોકોને આંકડામણનો અહેસાસ થયો છે તો અનેકને હીટ સ્ટ્રોકની પણ ફરિયાદ સામે આવી છે. તેવામાં આ ગરમીના માહોલમાં સ્વસ્થની કાળજી રાખવી સમયની માંગ બની છે.