HomeElection 24Development Projects: 17 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું રેલ મંત્રી અને વન પર્યાવરણ...

Development Projects: 17 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું રેલ મંત્રી અને વન પર્યાવરણ મંત્રી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત – INDIA NEWS GUJARAT

Date:

Development Projects: ઓલપાડ બજારના રામચોક ખાતેથી જિલ્લા પંચાયતની ઓલપાડ બેઠકમાં સમાવિષ્ટ કુલ રૂ. 17 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ રેલ મંત્રી દર્શનાબેન જરદોશ અને વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું સાથેજ તાલુકાનું ચૂંટણી મધ્યસ્ત કાર્યાલયનું ઉદઘાટન સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સહીતનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

Development Projects: હાલના સાંસદ સાથે સુરત બેઠકના ઉમેદવાર પણ રહ્યા હજાર

વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાં અનેક પ્રકારનાં વિકાસનાં કામો કરવામાં આવ્યા છે. રોડ રસ્તા, આવાસ, ગામને જોડતા રસ્તાઓ તેમજ પીવાના પાણીનાં સંપો, પેવર બ્લોક, આરોગ્યનાં સબ સેન્ટર સહીત અનેક કામો કરવામાં આવ્યા છે. સાથે વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય રેલ મંત્રી દર્શનાબેન જરદોશએ જણાવ્યું હતું કે જે રીતે વિકાસનો રથ આગળ વધી રહ્યો છે છેવાડાનાં ગામડાઓમાં પણ વિકાસનાં કામો થઈ રહ્યા છે લોકોને અનેક સુવિધાઓ મળી રહી છે. અનેક યોજનાંઓનો લાભ છેવાડાનાં ગામના લોકો સુધી પહોંચી રહી છે. સાથેજ આ પ્રસંગે ઉપસ્થિત સુરત લોકસભાના ઉમેદવાર મુકેશભાઈ દલાલનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુકેશ દલાલે જણાવ્યું હતું કે જે રીતે દર્શનાબેને વિકાસનાં કામો કર્યા છે. તેમની કામગીરીને બિરદાવી તેમની પ્રેરણાથી અમે પણ વિકાસનાં કામો કરીશું.

ચુંટણી જાહેર થાય એ પહેલા ભાજપ દ્વારા અનેક કામોના લોકાપર્ણ અને ભૂમિપૂજન હાલ કરવામાં આવી રહ્યા છે અને આચારસંહિતા લાગુ થાય એ પહેલા ચુંટણી લક્ષી લોકસંપર્ક કરવામાં આવી રહ્યો જેનાથી આવનારા સમયે ચુંટણી સમયમાં મતદારોના મહત્તમ મતો મેળવવાનું આયોજન ભાજપ દ્વારા કરાયું છે.

તમે આ પણ વાંચી શકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં

તમે આ પણ વાંચી શકો છો :

Tapi Goods Train Corridor: તાપીમાં આદિવાસી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, તમામ પ્રોજેકટો રદ્દ કરવાની માંગણી – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories