Congress’s Allegations: સુરત શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.એ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય પ્રવક્તા એવા સુભાશીની યાદવ ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક કોંગ્રેસના આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે શ્વેત પત્ર રજૂ કરવામાં આવ્યા છે તે જ રીતે કોંગ્રેસ દ્વારા અન્યાય કાર્ડ પત્ર રજૂ કરવામાં આવ્યું છે તેવા છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોઈપણ લોકવિરોધી કાર્યો થયા હોય તેની સૂચિ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી હતી.
કોંગ્રેસના નેતાએ ભાજપા પર લગાવ્યા ગંભીર આરોપો
2014 થી 2024 સુધીના કાર્યકાળમાં બીજેપી દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા છે, તે કાર્યોની વિપરીત અસરો કોંગ્રેસના પ્રવક્તા એવા સુભાશીની યાદવે જણાવી હતી. સુભાષની યાદવ એ અન્યાય કાળ પત્રમાં રજૂ કરેલ મુદ્દાઓ મુખ્યત્વે આર્થિક અન્યાય, સામાજિક અન્યાય, રાજનીતિ અન્યાયો અને બેરોજગારી-મોંઘવારી જેવા મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ મુદ્દાઓ સાથે ખાસ કરીને તેઓએ મહિલાઓ અને બાળકીઓ સાથે થતાં અન્યાયની વાત કરીને ભજપાને ગહેવાનો પ્રયાસ કર્યો હતો.
સાથે બીજેપી જે એજન્ડા લઈને ચૂંટણી પ્રચાર કરી રહી હતી અને ચૂંટણી જીતી હતી, તેવા કાળા નાણાની વાતો, 15 લાખ પ્રત્યેકના ખાતામાં આપવાની વાતો, ખેડૂતો માટે વિકાસના કાર્યો, આ તમામ મુદ્દાઓ ક્યાં ગયા, આવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. તેઓએ સીધો સવાલ સરકારને મીડિયા થકી પૂછ્યો હતો બીજા અન્ય મુદ્દાઓ જેવા કે કોરોનામાં હજારો લોકોના મૃત્યુ થયા, નોટ બંધી થઈ એવા અનેક મુદ્દાઓ સામે લાવ્યા હતા.
Congress’s Allegations: અનેક મુદ્દા રજૂ કરીને ભજપાને ઘેરવાનો પ્રયાસ
વધુમાં તેમને જણાવ્યું હતું કે પોતાના ભાષણો વખતે ભાઈઑ બહેનો કહી દેવાથી આ દેશ નથી ચાલતો પણ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં પ્રત્યેકને માહિતી માંગવાનું અને જાણવાનો અધિકાર છે પરંતુ ક્યાંય કોઈ નિયમોનું પાલન થતું નથી 33 ટકા મહિલાઓને આરક્ષણ આપવા બાબતે તેમને પૂછ્યું કે શું 2024 માં દેશની 130 મહિલાઓ સાંસદમાં પહોંચી શકશે? આવા અનેક સવાલો દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: