HomeElection 24Congress Loksabha Election 2024: કોંગ્રેસ પણ લોકસભાની ચુંટણી આવતા સક્રિય થઈ, જૂના...

Congress Loksabha Election 2024: કોંગ્રેસ પણ લોકસભાની ચુંટણી આવતા સક્રિય થઈ, જૂના જોગીઓ ફરી કોંગ્રેસની વાતો કરતાં દેખાયા – INDIA NEWS GUAJRAT

Date:

Congress Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે કામરેજના મંચાબા હોલમા આજરોજ સમગ્ર જિલ્લાના કોંગી જનો ઉપસ્થિત રહ્યા હતા. અને સભા યોજીને આવનારી લોકસભા ચુંટણીની તૈયારીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

Congress Loksabha Election 2024: કામરેજ ખાતે સભા યોજી કરાયું મંથન

લોકસભાની ચુંટણીના ભણકારા વાગતાની સાથે જ સુરત જીલ્લા કોંગ્રેસ સંગઠન ફરી એક્શન મોડમા આવી ગયું છે. આજરોજ કામરેજ ખાતે મંછાબા હોલમા કોંગ્રેસની સભા મળી હતી જેમાં જૂના પીઢ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આવનારી લોકસભાની ચુંટણીની રણનીતિ તૈયાર કરી હતી, સાથેજ ફરી લોકસભાની માં બારડોલી બેઠક જીતવાનો સંકલ્પ કર્યો હતો.

કામરેજ ખાતેના આજના કોંગ્રેસના કાર્યક્રમમા સુરત જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ . પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચોધરી કામરેજ કોંગ્રેસના આગેવાન જીગ્નેશભાઈ પરમાર સહીતના આગેવાનોએ અનેક નેતા અને કાર્યકર્તાઓની કોંગ્રેસમા ઘર વાપસી પણ કરાવી હતી. ત્યારે ચુંટણી આવે ત્યારેજ સક્રિય થતાં કોંગ્રેસના નેતા અને સંગઠન દ્વારા આ સભા કરીને પોતાનું અસ્થિતવ હોવાની છાપ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories