Committee Chairman Mukesh Patel : કોઈ હરીફ ઉમેદવાર નહીં હોવાથી બિનહરીફ વિજેતા બન્યા. બીજી ટર્મ માટે એપીએમસી ચેરમેન તરીકે વરણી થઈ.
સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઇ ખવરાવી ઉજવણી કારવમાં આવી
કપરાડા ખાતે એપીએમસી ચેરમેન પદની મુદત પૂર્ણ થતાં ચુંટણી યોજાય હતી. જેમાં મુકેશ પટેલને બિનહરીફ ચેરમેન તરીકે વરણી કારવમાં આવી હતી. જે બાદ સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઇ ખવરાવી ઉજવણી કારવમાં આવી હતી.
દબદબો યથાવત રાખી સતત બીજી ટર્મ માટે બિન હરીફ વરણી
ખેત ઉત્પન્ન બજાર સમિતિ કપરાડાની મંગળવારે યોજાયેલા ચેરમેન પદ માટેની ચૂંટણીમાં કોઈએ ઉમેદવારી ન નોધાવતા વર્તમાન ચેરમેન મુકેશભાઇ પટેલની બિન હરીફ ફરી ચેરમેન પદે વરણી થઈ હતી જ્યારે વાઈસ ચેરમેન પદે ઉત્તમભાઈ રાઉતની વરણી થઈ હતી. વલસાડ જિલ્લા ભાજપના ઊપ પ્રમુખ અને નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલે સહકારી શેત્રમા પણ પોતાનો દબદબો યથાવત રાખી સતત બીજી ટર્મ માટે બિન હરીફ વરણી થતાં સમર્થકોએ ફટાકડાઓ ફોડી વાતાવરણને ગજવી નાખ્યું હતું. ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાવિત સહિત આગેવાનોએ મુકેશ પટેલને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. મુકેશ.પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ પરિવાર, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત સમર્થકો અને સાથી સભ્યોનો આભાર વ્યક્ત કરી આવનારા સમયમાં તેઓ એપીએમસીના વિકાસ સહિત ખેડૂત લક્ષી કામગીરી કરશે એવું જણાવ્યું હતું.
Committee Chairman Mukesh Patel : તમામ 10 બેઠકો કબજે કરી કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો
ભાજપના નેતા અને સહકારી ક્ષેત્રના આગેવાન મુકેશ પટેલ દ્વારા કરવામાં આવેલ નોંધનીય કામગીર ના કારણે અને પરાજય નિશ્ચિત દેખાતા કોંગ્રેસ સમર્થક પેનલ તરફથી કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં નહીં આવતા સમગ્ર ચુંટણી પ્રક્રિયા બાદ મુકેશ પટેલ ફરી એક ટર્મ માટે ચર્મને તરીકે વરાઇ આવ્યા છે.. નોંધનીય છે કે ચૂંટણીમાં તેમની પેનલના વેપારી વર્ગમાં 4 બેઠકો બિન હરીફ થઈ હતી, અને ખેડૂત વર્ગની તમામ 10 બેઠકો કબજે કરી કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
VNSGU 55th Convocation: ભરૂચની ૨૩ વર્ષીયને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત