HomeElection 24Code of Conduct: સુરતમાં આચારસંહિતાનો અમલ, નાગરિકો 1950 પર પુરાવા સાથે ફરિયાદ...

Code of Conduct: સુરતમાં આચારસંહિતાનો અમલ, નાગરિકો 1950 પર પુરાવા સાથે ફરિયાદ નોંધાવી – INDIA NEWS GUJARAT

Date:

Code of Conduct: દેશભરમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. આચારસંહિતા લાગુ થયા બાદથી એટલે કે તા.16 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન મોબાઈલ એપ અને વેબપોર્ટલના માધ્યમથી સુરતમાં આવી કુલ 198 ફરિયાદ મળી હતી. જે તમામ ફરિયાદોનું નિવારણ સમયાવધિમાં કરાયુ છે.

સુરતમાં જિલ્લા કંટ્રોલરૂમને 198 ફરિયાદ મળી

લોકસભા ચુંટણી 2024 દરમ્યાન મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ-અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પણ આવી જ એક સુવિધા છે. આ બંને માધ્યમો દ્વારા કોઈપણ જાગૃત નાગરિક તેમના ધ્યાને આવતા આચારસંહિતા ઉલ્લંઘનના કિસ્સાને ચૂંટણી વહીવટી તંત્ર સુધી મોકલી શકે છે. C-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલના માધ્યમથી નાગરિકો આચારસંહિતા ઉલ્લંઘનના ફોટોગ્રાફ અને લોકેશન સહિતની જાણકારી ઓનલાઈન મોકલી શકે છે. જે મળ્યા બાદથી 100 મિનિટમાં આ ફરિયાદનું નિવારણ લાવવા માટે તંત્ર કાર્યરત થઈ જાય છે. આજદિન સુધીમાં સુરત જિલ્લા કંટ્રોલરૂમ ખાતે જાહેર જનતાના કે મતદારોના 198 જેટલા ફોન કોલ્સ મળી ચૂક્યા છે. સુરત જિલ્લા ચૂંટણી કંટ્રોલરૂમ પર આવતા તમામ ફોનનું રેકોર્ડિંગ થાય છે. આ તમામ ફરિયાદનો નિયત સમય મર્યાદામાં 100% નિકાલ કર્યો છે.

Code of Conduct: 198 નાગરિકોએ 1950 પર ફોન કરી ફરિયાદ નોંધાવી

મોટાભાગના હેલ્પલાઇન નંબર એટલે કે મતદાર સહાયતા કેન્દ્ર પર આવતા ફોન ચૂંટણી કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડમાં સરનામું ચેન્જ કરવા માટે અથવા તો ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કરવા માટે આવતા હોય છે. જે અંગે જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી તમામ પ્રશ્નોની નોંધણી કરવામાં આવે છે. લોકશાહીમાં રાજ્ય કે કેન્દ્રિય ચૂંટણીપંચ તરફથી આદર્શ આચારસંહિતા અમલીકરણ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક અને સામાન્ય નાગરિક પણ ફરિયાદ નોંધાવી શકે તે બાબતનું આયોજન કરેલું છે. કોઈપણ મતદાર કે નાગરિક ટોલ ફ્રી મતદાર હેલ્પલાઇન 1950 પર ફોન કરી પોતાની ફરિયાદ કે આચારસંહિતા ભંગ બદલ પુરાવા રજૂ કરી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે. તેમજ નોંધાવેલી ફરિયાદ બાબતે થયેલી કાર્યવાહી પણ પોતાના મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં જોઈ શકે છે.

દરેક મતદાન મથકના લોકેશન અંગે જાગૃતિ માટે આગામી સમયમાં મતદાર પોતાના બુથ ઓળખી શકે તે માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવનાર છે. મતદાન મથકે મતદારોને પીવાના પાણી, ટોયલેટ-બાથરૂમ તેમજ ઉનાળાને ધ્યાનમાં રાખી છાંયડાની વ્યવસ્થા, મતદારો માટે વેઇટિંગ રૂમ તેમજ કોઈ મતદાર પોતાના નાના બાળકને લાવી અને અનુકૂળ જગ્યાએ રાખી શકે તે માટેની પણ વ્યવસ્થા સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories