HomeElection 24Coalition Of AAP And Congress : આપ અને કોંગ્રેસના ગઠબંધનની બેઠક યોજાઈ,...

Coalition Of AAP And Congress : આપ અને કોંગ્રેસના ગઠબંધનની બેઠક યોજાઈ, બેઠકમાં આપ ના ઉમેદવાર ચૈતર વસાવા સહિત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા રહ્યા હાજર – India News Gujarat

Date:

Coalition Of AAP And Congress : કોંગ્રેસના જીલ્લા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા. આપ અને કોંગ્રેસના ગઠબંધનથી નારાજ આગેવાનો ભાજપમાં જોડાયા. મહેશ વસાવા ભાજપમાં જોડાતા આદિવાસી મતોનું થશે વિભાજન. નારાજ કોંગ્રેસીઓ શું આપના ઉમેદવાર ચૈતર વસાવાને હરાવશે? ચૈતર વસાવા ને જીતાડવા કોંગ્રેસ આગેવાનોનું આહવાન.

કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું

ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું. જ્યારે આ બેઠકમાં કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા હતા. તો બીજી તરફ ચૈતર વસાવા ઘમંડી છે એવા મનસુખ વસાવાના આક્ષેપ અંગે ચૈતર વસાવા દ્વારા પ્રતિક્રિયા આપતા. મનસુખભાઇ અમારા વડીલ છે, લોકોના કામો કર્યા વગર ભાજપ 5 લાખ મતની લીડથી જીતવાની વાત કરે છે. માટે તેઓ જ ઘમંડી છે. એમ એમને જણાવ્યું હતું.

ભાજપ 5 લાખ મતની લીડથી જીતવાની વાત કરે છે

ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આપ નેતાઓની સયુક્ત બેઠક યોજાય હતી. જેમાં કોંગ્રેસના જિલ્લ પરમુખે ચૈતર વસાવા ને જિતાડવા અપીલ કરી હતી. જોકે આ બેઠકમાં કોંગ્રેસના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે કેટલાક નારાજ કાર્યક્રતા અને નેતાઓ ભાજપમાં જોડાયા હતા. ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત બેઠક મળી હતી. જેમાં એકબીજાના સહકાર માં લોકસભા ચૂંટણી લડી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત બેઠક મળી હતી. જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું. બેઠકમાં આપના ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને અન્ય અગ્રણી ઓ તેમજ. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Coalition Of AAP And Congress : એકબીજાના સહકારથી ચૂંટણી લડી ભરૂચની બેઠક જીતી એહમદભાઈને શ્રદ્ધાંજલિ રૂપે આપીશું

વધુમાં જણાવાયું કે,, ભાજપ લોકોને લોભ લાલચ આપીને ખેંચી રહી છે. જોકે કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠક બાદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે. કોંગ્રેસનું આખું સંગઠન અમારી સાથે છે. અને અમે એકબીજાના સહકારથી ચૂંટણી લડી ભરૂચની બેઠક જીતી એહમદભાઈને શ્રદ્ધાંજલિ રૂપે આપીશું. ચૈતર વસાવા ઘમંડી છે. એવા મનસુખ વસાવાના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે. મનસુખ વસાવા અમારા વડીલ છે. છેલ્લા 30 વર્ષથી પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે તેઓ કહે કે કેટલા કામ કર્યા, કોના કામ કર્યા તે જણાવે. તેઓ 5 લાખ મત લીડથી જીતવાની વાત કરે છે. માટે તેઓ જ ઘમંડી છે તેવા આક્ષેપ કર્યા હતાં. ભાજપ મહેશ વસાવા હોય કે પછી અન્ય લોકોને લોભામણી લાલચો આપી રહી ચૈતર વસાવાને હરાવવાની રણનીતિ ઘડી રહી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Dandi Satyagrah Day: ૯૪ વર્ષ પહેલાં ગાંધીજીએ ભીમરાડ સભા સંબોધી હતી 

તમે આ પણ વાંચી સકો છો :

Diamond Bourse: 1575 કરોડના પ્રોજેક્ટના નિર્માણમાં નાણાકીય વિવાદ સર્જાયો

SHARE

Related stories

Latest stories