HomeElection 24Checking Of Vehicles Entering Gujarat : અંબાજી નજીકની ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાય,...

Checking Of Vehicles Entering Gujarat : અંબાજી નજીકની ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાય, રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોની સાધન ચેકિંગ – India News Gujarat

Date:

Checking Of Vehicles Entering Gujarat : ગેરકાયદેશર પ્રવૃતિને રોકવા કરાયા પ્રયાસ પ્રવશીઓને ચેક કર્યા બાદજ ગુજરાતમાં પ્રવેશ અપાય.

ચીજ વસ્તુ લઈને જતાં જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય

અંબાજી નજીક સરહદ છાપરી ચેકપોસ્ટ ખાતે આચાર સહિતને લઈ પોલીસ એલર્ટ બની રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. કોઈપણ અનધિકૃત ચીજ વસ્તુ લઈને જતાં જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે..

આચારસંહિતા લાગુ થતાની સાથે જ અંબાજી પોલીસ એલર્ટ બની

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જ્યારે લોકસભા ચૂંટણીને લઇ અંબાજી પોલીસ એલર્ટ બની છે અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારાયું છે જ્યારે પીએસઆઇ સહિતના કર્મચારીઓને પણ ચેકપોસ્ટ પર મુકાયા છે. સાથે જ ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોને ચેક કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ છે આચારસંહિતા લાગુ થતાની સાથે જ અંબાજી પોલીસ એલર્ટ બની છે અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ છાપરી ચેકપોસ્ટ પર અંબાજી પોલીસના જવાન તૈનાત છે અને રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું તપાસ કર્યા બાદ વાહનોને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે…

Checking Of Vehicles Entering Gujarat : અપરાધોને રોકવા હાલ પોલીસ સતર્ક બનીને આ ચેકિંગ અભિયાન શરૂ કર્યું

સામાન્ય રીતે ગુજરાત માંથી પ્રવાશીઓ રાજસ્થાનના આબુ ખાતે હરવા-ફરવા જતાં હોય છે અને તે સમયે પાછા ફરતા સમયે દારૂ સહિતની વસ્તુ પોતાની સાથે લાવતા હોય એવા અપરાધોને રોકવા હાલ પોલીસ સતર્ક બનીને આ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે..

તમે આ પણ વાંચી સકો છો :

Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી

તમે આ પણ વાંચી સકો છો :

Hinglaj Mata: રફતારનો કહેરનો ભોગ બન્યું માતાજીનું મંદિર, અકસ્માતે મંદિરને પહોંચાડ્યું લાખોનું નુકશાન

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories