Chaitar Vasava Making Jalebi’s : લોકસભા ચુંટણીમાં ઉમેદવારો દ્વારા અવનવું કરવાની હોડ જનતાની સામે અલગ છાપ ઊભી કરવા ઉમેદવારો દ્વારા પ્રયાસ.
ચૈતરભાઈ વસાવા એ જંબુસર શહેરમાં લોકસંપર્ક કર્યો
ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતરભાઈ વસાવા એ જંબુસર શહેરમાં લોકસંપર્ક કર્યો હતો, ત્યારે ચૈતર વસાવા જાતે દુકાનમાં જલેબી પાડવા બેસી ગયા હતા.. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. અને દરેક પક્ષો પોત પોતાની રીતે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે.
સસ્તામા આવતી દુકાનમાં જલેબી પાડવા પણ બેસી ગયા
ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા દ્વારા જંબુસર શહેરી વિસ્તારમાં લોકસંપર્ક માટે એસટી ડેપો સર્કલ પાસે આવી પહોંચ્યા હતા. પ્રચાર દરમિયાન ચૈતર વસાવા એક સસ્તામા આવતી દુકાનમાં જલેબી પાડવા પણ બેસી ગયા હતા અને કાર્યકરો પણ ચોંકી ઉઠયાં હતા કે ચૈતર વસાવા પણ જાતે ઉમેદવાર થઈ ને જલેબી પાડવા બેસી ગયા, જોકે ચૈતર વસાવા કોઈના લગ્નમા પણ જતા હોય તો એ ત્યાં ડી.જે તાલે ઝૂમવા લાગતાં હોય છે. જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી ભવ્ય સ્વાગત કર્યું હતું. અને જંબુસર શહેરમાં ઢોલ નગારા સાથે એસટી ડેપો સર્કલથી શહેરના નગીના મસ્જિદ, કોટ બારણા, સોની ચકલા, ટંકારી ભાગોળ વિસ્તારમાં પદયાત્રા કરી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા સાથે લોકસંપર્ક કર્યો હતો.
Chaitar Vasava Making Jalebi’s : શહેરીજનો દ્વારા ઠેરઠેર ઉષ્માભર્યું સ્વાગત કરતા નજરે પડતા હતા
લોક સંપર્ક દરમિયાન શહેરીજનો દ્વારા ઠેરઠેર ઉષ્માભર્યું સ્વાગત કરતા નજરે પડતા હતા. ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ના નારા ગુંજતા હતા. લોકસંપર્ક દરમિયાન નગરપાલિકા વિપક્ષ નેતા સાકીરભાઇ મલેક, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઇ મકવાણા, મુસ્તાકભાઈ કારભારી, જાવીદભાઈ તલાટી, કાદર બેક મિર્ઝા સહિત નગરપાલિકા સદસ્યો અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ લોકસભા બેઠક પર INDI ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા જંબુસર પંથકમાં ચૂંટણી પ્રચારમાં હતા. ત્યારે પ્રચાર દરમિયાન ફરસાણની એક દુકાન પર જલેબી બની રહી હોય ચૈતર વસાવા ત્યાં બેસી ગયા હતા અને જલેબી બનાવવા લાગ્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
Blood Sugar Control : સુગરને કંટ્રોલમાં રાખવા માટે સૂતા પહેલા આ પાંચ કામ જરૂર કરો
તમે આ પણ વાંચી સકો છો :
Kidney Health Tips : કિડનીના સારા સ્વાસ્થ્ય માટે અજમાવી જુઓ આ ટિપ્સ