HomeElection 24Centenarian Voter: 'ચૂંટણી ગમે તે હોય હું મતદાન અવશ્ય કરું છું' -...

Centenarian Voter: ‘ચૂંટણી ગમે તે હોય હું મતદાન અવશ્ય કરું છું’ – INDIA NEWS GUJARAT

Date:

Centenarian Voter: લોકશાહીનું મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે શતાયુ મતદાર. આઝાદી બાદની તમામ ચૂંટણીઓમાં તેમણે પોતાનો મત આપતા આજે સો વર્ષે લોકસભાની ચૂંટણીમાં પોતાનો મત આપવા ઉત્સાહિત છે.

મતદાન કરવા માટે પ્રેરણા આપતા શતાયુ મતદાર

લોકસભા ચુંટણીમાં પોતાના પસંદગીના ઉમેદવાર તેમજ પાર્ટીને મત આપવા મતદારોમાં ઉત્સાહ વધારવાનો પ્રયાસ લોકો કરતાં હોય છે ત્યારે તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા ભીખીબેન ચૌધરી આઝાદી બાદની તમામ ચૂંટણીઓમાં તેમણે પોતાનો મત આપ્યો છે અને આજે સો વર્ષે લોકસભાની ચૂંટણીમાં પોતાનો મત આપવા ઉત્સાહિત છે. પાલનપુર તાલુકાના ચડોતર ગામના ભીખીબેનની મુલાકાત લેતાં તેમણે જણાવ્યું હતું કે મેં તો જીવનમાં કેટલીય તડકી છાંયડી જોઈ છે. આઝાદી પહેલાંથી માંડી આઝાદી પછીના અત્યાર સુધીનું જીવન જીવ્યું છે. ગ્રામ પંચાયતથી માંડી ગમે તે ચૂંટણી હોય મેં હંમેશા મત આપ્યો છે. મારો મત બાતલ નથી જવા દીધો. આ વખતે પણ હું અવશ્ય મત આપીશ.

Centenarian Voter: લોકસભા ચૂંટણીમાં 460 શતાયુ મતદારો મત આપશે

લોકશાહીના અમૂલ્ય અવસર ચૂંટણી પર્વમાં દરેક નાગરિકને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આગામી 7 મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 25,51,601 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જેમાં 460 શતાયુ મતદારો પણ મતદાનની પવિત્ર ફરજ પૂર્ણ કરી અન્ય માટે પ્રેરણારૂપ બનશે. જિલ્લામાં સૌથી વધુ ડીસામાં 70 શતાયુ મતદાર નોંધાયેલા છે. જ્યારે સૌથી ઓછા 33 શતાયુ મતદાર વડગામ વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Latest stories