Candidate Form Submission : લીંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલે શરૂ કરી તૈયારી દેશમાં સૌથી વધુ લીડ સાથે જીતવાની તૈયારીનો આરંભ.
કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે
સુરત નવસારી લોકસભાના ઉમેદવાર તરીકે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ત્રીજીવાર ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે જેંને લઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે,,, આગામી 18મી તરીખે સી.આર.પાટીલ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હોય MLA સંગીતા પાટીલના અધ્યક્ષ સ્થાને ભવ્ય તૈયારી માટે એક બેઠક યોજાઇ હતી.
ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત ભરમાં લોકસભાના મતદાનનાં દિવસો જ્યારે નજીક આવી રહ્યા છે અને ભાજપે ગુજરાત રાજ્યમાં પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે ત્યારે નવસારી લોકસભા ઉમેદવાર તરીકે સી. આર.પાટીલના નામની જાહેરાત કરી દેવામાં આવી હોય ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ કરી દિધો છે અને સી.આર.પાટીલ 18 મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હોય જેના ભાગરૂપે આજરોજ લિંબાયતના ધારાસભ્યના સંગીતા પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન યોજાયું હતું જેમાં 18મી તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉમેદવારી ફોર્મ ભરવા જાય ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ આવે તેવી તૈયારીઓ કરવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે જ્યારે સમગ્ર આયોજનમાં લિંબાયત વિધાનસભા ક્ષેત્રમાંથી 20 હજાર કરતા વધુ મહિલાઓ જોડાશે તેવી માહિતી સંગીતા પાટીલ દ્વારા આપવામાં આવી છે.
Candidate Form Submission : ગત લોકસભા ચૂંટણીમાં સી.આર.પાટીલ દેશભર માંથી સૌથી વધુ લીડ મેળવી જીત મેળવી
સી. આર પાટીલ જ્યાં હેટ્રીક મારવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી બાજુ એમની સામે કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર પણ નક્કી નથી કરી શકી એવામાં આવનારા આ ચુંટણીમાં સી. આર પાટિલ રેકોર્ડ બ્રેક લીડ સાથે ફરી વિજેતા થાય એ પ્રકારની તૈયારી ભાજપ સંગઠન દ્વારા શારિ કરી દેવામાં આવી છે. ગત લોકસભા ચૂંટણીમાં સી.આર.પાટીલ દેશભર માંથી સૌથી વધુ લીડ મેળવી જીત મેળવી હતી અને આગામી ચૂંટણીમાં પણ ગત વખત કરતા વધુ લીડથી જીત થશે તેવી સૌ કાર્યકર્તાઑ દ્વારા આશા સેવાઈ રહી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Gir Forest: સાસણ સફારી રુટ ઉપર સિંહની પજવણીનો મામલો
તમે આ પણ વાંચી સકો છો :