C R Patil’s Nomination Form : ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ નૈષધ દેસાઈએ પાટીલને કાનમાં શું કહ્યું ?
નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો જામનગર બેઠક પર ભાજપના પૂનમબેન માડમ, રાજકોટ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી અને મહેસાણા બેઠક પર કોંગ્રેસના રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી.
મહિલાઓ રેલીમાં ગરબે રમતી નજરે પડી
ગુરુવારે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી. રેલીમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા. મહિલાઓ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી. તો ગીતા રબારીએ ગીતો લલકાર્યાં હતાં. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે પાટીલ વિજયમુહૂર્ત ચૂકી ગયા હતા. જેથી આજે તેમણે ઉમેદવારી નોંધાવી હતી. નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ નિવાસસ્થાનેથી ફોર્મ ભરવા પોતાના પરિવાર સહિત અન્ય નેતાઓ સાથે સવારે રવાના થયા હતા. ધારાસભ્ય, મહામંત્રી, શાશકપક્ષ નેતા, સહિતના મહાનુભાવો તેમની સાથે નવસારી જવા રવાના થાય હતા.
C R Patil’s Nomination Form : CR પાટીલનો ભવ્ય રોડ શૉ યોજાયો હતો
નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના સીઆર પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેકટર કચેરી પર મુલાકાત થઈ હતી. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પાટીલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું. જે સાંભળી પાટીલ હસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા. આજે પાટીલ પરીવાર પણ એમની સાથે નિવાસસ્થાને થી નવસારી ફોર્મ ભરવા જોડાયા હતા.. ગતરોજ નવસારીમાં CR પાટીલનો ભવ્ય રોડ શૉ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઓ હાજર રહ્યા હતાં….. વિજય મહુરત ચૂકી જવાથી ગતરોજ પાટીલે ફૉર્મ ભરવાનું મુલતવી રાખી આજે પોતાનું ણાંકન રજૂ કર્યું હતું..
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ