HomeElection 24C.R.Patil: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની લોકસેવા, 6 હજાર યુનિટ રક્ત એકત્ર...

C.R.Patil: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની લોકસેવા, 6 હજાર યુનિટ રક્ત એકત્ર કરવા યોજાયું રક્તદાન કેમ્પ – INDIA NEWS GUJARAT

Date:

C.R.Patil: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો આજે જન્મ દિવસ છે. તેમના જન્મદિવસની ઉજવણી કાર્યકરો દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે. જ્યાં અધ્યક્ષના જન્મદિવસની શુભકામના પાઠવવામાં કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને તેમના જન્મદિવસની શુભકામના પાઠવવા એમના નિવાસસ્થાને કાર્યકરોનો ધસારો જોવા મળી રહ્યો છે.

સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી

દર વર્ષે ભાજપ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલ પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃતિઓથી કરતા હોય છે. જ્યાં ચાલુ વર્ષે પણ આજરોજ તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી કાર્યકરો સાથે સેવાકીય પ્રવૃત્તિઓની શરૂવાત સાથે કરી છે. આજરોજ અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે સુરતના ભટાર સ્થિત નિવાસસ્થાન ખાતે શુભેચ્છા પાઠવવા વહેલી સવારથી કાર્યકરો અનને શહેર ભાજપના અગ્રણીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સૌ કોઈ લોકો નાની મોટી ભેટ આપવાની સાથે અધ્યક્ષે જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જ્યારે કેટલાક કાર્યકરો દ્વારા અધ્યક્ષ નવસારી લોકસભા બેઠક પરથી જંગી મતોની લીડથી વિજય પ્રાપ્ત કરશે તેવી શુભકામના પણ આપી રહ્યા છે. આજે સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ ની પણ કાર્યકરો દ્વારા કામના કરવાના આવી છે. આ ખાસ પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા વિશાળ કમળનું પુષ્પ આપી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

C.R.Patil: સેવાકીય પ્રવૃતિથી ઉજવણીથી જનતાને ફાયદો થશે

પોતાના જન્મદિવસ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યુ હતું કે, ઘણા સેવાકીય કાર્યક્રમો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી લોકસેવાના કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બ્લડ કેમ્પના આયોજન દરમ્યાન 3500 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય આરોગ્યલક્ષી શિબિર પણ યોજવામાં આવ્યા છે. જેનો 20,000 થી વધુ લોકોએ લાભ લીધો છે. ઉધના વિધાનસભા મત વિસ્તારમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે જેમાં 1500 યુનિટ રક્ત એકત્ર કરવા નિર્ધાર કરવામાં આવ્યું છે. આમ,અલગ અલગ રક્તદાન કેમ્પના માધ્યમથી આ વર્ષે 6 હજાર.યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણી લોક સેવા સાથે એટલા માટે જોડવામાં આવી રહી છે કે તેના કારણે લોકોને પણ ફાયદો થાય.

તમે આ પણ વાંચી શકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી શકો છો :

Visa Fraud: કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે 36 લાખની ઠગાઈ – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories