Booth Trade Dialogue Program : પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત સાબરકાંઠા બેઠક જીતવા ભાજપની કવાયત તેજ રાહુલ ગાંધીએ આવી બકવાસ ન કરવી.
રાજા મહારાજાઓના ઇતિહાસનું ગુજરાત સાક્ષી
લોકસભા ચુંટણી નજીક આવતા બધા પક્ષોએ પોતાના પ્રચાર કાર્યક્રમ તેજ કરી દીધા છે. ત્યારે ભાજપ દ્વારા અરવલ્લીના મોડાસામાં બુથ પ્રમુખ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે કહ્યું રાજા મહારાજાઓએ અનેક પ્રજાલક્ષી કામો કરવામાં આવતા હતા. રાજા મહારાજાઓના ઇતિહાસનું ગુજરાત સાક્ષી છે. રાજા મહારાજાઓ માટે આવા શબ્દો વાપરવા રાહુલ ગાંધીને શોભતું નથી. તેમણે આવી બકવાસ ન કરવો જોઈએ.
Booth Trade Dialogue Program : સાબરકાંઠા બેઠક જીતવા ભાજપની કવાયત તેજ કરવામાં આવી
2024 સામાન્ય ચુંટણી ખાતે અરવલ્લીના મોડાસામાં ભારતીય જાણતા પાર્ટીનો બુથ પ્રમુખ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. શહેરના બી.એ.પી.એસ. મંદિરના હૉલ ખાતે કાર્યકમ યોજવામાં આવ્યો હતો. તે સાથે સાબરકાંઠા બેઠક જીતવા ભાજપની કવાયત તેજ કરવામાં આવી છે. સી આર પાટીલે બુથ પ્રમુખો સાથે સંવાદ યોજ્યો હતો. સંવાદ કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ રાઠોડ, મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. સી આર પાટીલ એ સંવાદ કાર્યક્રમમાં 5 લાખ થી વધુ મતની લીડથી જીતની થાય તે માટે એક જૂથ થઈ કામ કરવા જણાવ્યું અને રાહુલ ગાંધીની ટિપ્પણી પર સી.આર. પાટીલનું નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીને રાજા મહારાજાઓના ઇતિહાસની પુરી જાણકારી નથી.
તમે આ પણ વાંચી સકો છો :
MS Dhoni made a record: MS ધોનીએ બનાવ્યો રેકોર્ડ, IPLના ઈતિહાસના પુસ્તકમાં પોતાનું નામ નોંધાવ્યું
તમે આ પણ વાંચી સકો છો :