BJP’s Worker’s Convention : 3 લાખ મતને કારણે લોકસભા ચુંટણીમાં એવાત ભૂલતા નહીં : પાટીલ. ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ મળે છે મોદીને કારણે મત.
માત્ર 3 લાખ મતને કારણે 26 બેઠક ગુમાવી
લોકસભાની આગામી ચૂંટણીમાં ગત વિધાનસભા ચૂંટણીમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવાની શીખામણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને આપી હતી. ઉમેરાના મેદાનમાં વિશાળ સભાને સંબોધતા પાટીલે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં પક્ષે માત્ર 3 લાખ મતને કારણે 26 બેઠક ગુમાવી છે. જેમાં પોરબંદર અને માણાવદર જેવી 20 બેઠકો માત્ર 5 હજારની અંદરના માર્જીનથી ગુમાવી છે. નહીં તો ભાજપ પાસે 176 બેઠક હોત.
BJP’s Worker’s Convention : મોદી હેટ્રિક કરવા જઈ રહ્યા છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો
સુરત ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે વિશાળ કાર્યક્રતા સમેલનને સંબોધન કર્યું હતું જેમાં હજારો કાર્યકરો સાથે પેજ પ્રમુખ અને કમિટીને ઝીંણામાં ઝીંણી કામગીરી કઈ રીતે કરવી અને તે માટે કઈ તકેદારી રાખવાની છે એનું પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ વખતે મોદી હેટ્રિક કરવા જઈ રહ્યા છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ફ્રેશ ચહેરાને મેદાનમાં ઉતારવાની નીતિ અંગે તેમણે કહ્યું કે, આ સિનિયરોને પણ સરકારની મહત્વની નિમણૂંકોમાં ધ્યાન રખાશે. કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અને તેની સામે મોદીજી સામેના વિશ્વાસની લહેર ચાલી રહી છે.
20 જેટલી બેઠકો પાંચ હજાર કરતાં પણ ઓછા મતો થી હાર્યા હતા
કદાચ ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ મોદીને કારણે લોકો મત આપે છે. સીઆર પાટિલે ગત વિધાનસભા પરિણામ ને લઈને ખાસ ટકોર કરતાં કાર્યક્રતાને કહ્યું હતું કે વિધાનસભા ચુંટણીમાં 26 બેઠકો ખૂબજ નજીવા માર્જિન થી આપણે હાર્યા હતા અને 20 જેટલી પોરબંદર માણાવદર જેવી 20 જેટલી બેઠકો પાંચ હજાર કરતાં પણ ઓછા મતો થી હાર્યા હતા જે દર્શાવે છે કે એક એક મત કેટલો કીમતી હોય છે,, માટે વિધાનસભા ચુંટણી મી જે ભૂલ થઈ એવી ભૂલ લોકસભા ચુંટણીમાં ના થાય એનું ધ્યાન રાખવા ખાસ સીઆર પાટીલે કાર્યક્રતાઓને ટકોર કરી હતી..
BJP’s Worker’s Convention : 7 લાખ અને દશ લાખ મતો ની લીડનો લક્ષાંક
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે સતત ત્રીજીવાર ગુજરાતની તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધારે મતો ની લીડ લેવાનો લક્ષ્યાંક રાખવા માં આવ્યો છે ત્યારે જુદીજુદી કેટલી બેઠકો પર 7 લાખ અને દશ લાખ મતો ની લીડનો લક્ષાંક પણ રાખવામાં આવ્યો છે ત્યારે આવનાર સમય માં ભાજપ દ્વારા વધુ આક્રમકતા સાથે ચુંટણી પ્રચારા કરી અને મતદાર સુધી પહોંચવા માટે વ્યુહ રચના કરવામાં આવી રહી છે અને નક્કી કરેલા લક્ષને હાસિલ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે..
તમે આ પણ વાંચી સકો છો :
Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ
તમે આ પણ વાંચી સકો છો :
Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા