HomeElection 24BJP Wall Painting Program: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ,...

BJP Wall Painting Program: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ, બધા કાર્યકર્તાઓએ ભાગ લીધો – INDIA NEWS GUJARAT

Date:

BJP Wall Painting Program: ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લઈ વોલ પેઇન્ટિંગ કરી

નેતા પદને બાજુ પર મૂકી સામાન્ય કાર્યકર્તાની જેમ સૌ કોઈ કામે લાગ્યા

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા અંબાનગર ખાતે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લઈ વોલ પેઇન્ટિંગ કરી હતી.

હર્ષ સંઘવી અને સ્થાનિક ધારાસભ્યો વોલ પેઇન્ટિંગ કરતાં જોવા મળ્યા

અંબાનગર ખાતે વોલ પેઈન્ટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી અને સ્થાનિક ધારાસભ્યો મોટી સંખ્યામાં વોલ પેઇન્ટિંગ કરતાં જોવા મળ્યા હતા. કોઈ ધારાસભ્યએ કમળનું ચિત્ર બનાવ્યું તો કોઈએ ફરી એક વખત મોદી સરકાર લખી વોલ પેઈન્ટિંગ બનાવી કાર્યક્રમમાં હાજરી નોંધાવી હતી. પોતાના નેતા પદને બાજુ પર મૂકીને સામાન્ય કાર્યકર્તાઓની જેમ સાંસદ અને ધારાસભ્ય પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં કામે લાગે તે પ્રકારના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

BJP Wall Painting Program: લોકસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી

ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સંગઠનાત્મક રીતે કામગીરી તો થતી રહે છે પરંતુ, પોતાના વર્તમાન સાંસદો, ધારાસભ્યો અને મિનિસ્ટરોને એક્ટિવ રાખવા માટેના કાર્યક્રમોનું પણ આયોજન થતું રહે છે ત્યારે આ કાર્યક્રમ પૈકીનો એક કાર્યક્રમ વોલ પેઈન્ટિંગ પણ છે.આ અંગે સીઆર પાટીલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર એક લોકસભા પૂરતો નથી કે ગુજરાત પૂરતા નથી પરંતુ, સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહ્યો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા લોકસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે પહેલી વાર લોકસભાની ચૂંટણી માટે દરેક લોકસભા મતવિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયને એકસાથે ઓપનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બે દિવસ અગાઉ મળેલી બેઠકમાં અમને સૂચના આપવામાં આવી હતી કે, દરેક લોકસભા વિસ્તારમાં વોલ પેઈન્ટિંગ કરીને કાર્યકર્તા સાથે જોડાવાનું હતું. ભલે પેઈન્ટિંગ કરતા આવડતું ન હોય તો પણ કમળનું નિશાન દોરવું જોઈએ અને અલગ-અલગ સૂત્રો લખવાથી એક પાર્ટીના કાર્યકર્તા તરીકે ઇન્વોલ્વમેન્ટમાં વધારો થાય છે.

તમે આ પણ વાચી શકો છો :

Land for Job Case: બધાની નજર લાલુ યાદવ પર ટકી

તમે આ પણ વાચી શકો છો :

Tharoor on Nitish: શશિ થરૂરે સાધ્યું નિશાન નીતિશ કુમાર પર

SHARE

Related stories

Latest stories