BJP Valsad: લોકસભા ચુંટણીના પ્રચાર પસાર માટે હવે ડિઝિટલ સેવાનો ભરપૂર ઉપયોગ કરી રાજનીતિક પાર્ટી હવે મતદારો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. ત્યારે વલસાડ લોકસભા બેઠક પર આવોજ પ્રયાસ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર માધ્યમ થકી મોબાઇલમાં રમતી ગેમનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે.
BJP Valsad: ભાજપા ઉમેદવારનો ગેમના માધ્યમથી પ્રચાર
વલસાડ લોકસભા બેઠક પરની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ સહિત બંને પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરે છે. ત્યારે ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડિયો બનાવવામાં આવ્યો છે. આ વિડીયો ગેમમાં ગેમના કેરેક્ટરની જગ્યાએ ધવલ પટેલના ફોટા વાળું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું છે. મોબાઈલ દ્વારા રમાતી આ ગેમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિકાસ અને જન કલ્યાણકારી યોજનાઓની માહિતી છે.
સાથે જ ભાજપ દ્વારા આ વખતે ચૂંટણીમાં કરેલા વાયદા પણ દર્શાવવામાં આવ્યા છે. આમ ભાજપ ઉમેદવારની ચૂંટણી પ્રચારની આ ગેમ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં ડિજિટલ માધ્યમનો પણ સહારો લઈ રહ્યા છે. અને યુવા અને બાળકોને પણ સ્પર્શે અને તેમના સુધી ભાજપનો અને સરકારનો સંદેશ પહોંચે તે હેતુથી બનાવેલી આ ગેમ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા