BJP Recruitment Fair Continues : કોંગ્રેસ અને આપના હોદ્દેદારોએ કેસરિયો કર્યો. ભાજપના તમામ ઉમેદવારો 5 લાખથી વધુ લીડથી જીતશે – પાટીલ.
પક્ષ પલટાની મોસમ પણ ખૂબ જોરમાં ચાલી રહી છે
પૂર્વ કોર્પોરેટર સહિત હોદ્દેદારોએ કેસરિયો ખેસ પહેર્યો હતો. સુરતમાં CR પાટીલની હાજરીમાં AAP અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હોવાથી. બંને પાર્ટીના સંગઠનમાં મોટું ગાબડું પાડવા પામ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે પક્ષ પલટાની મોસમ પણ ખૂબ જોરમાં ચાલી રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપની કંઠી ધારણ કરી રહ્યા છે.
BJP Recruitment Fair Continues : કોંગ્રેસ સંગઠન શહેરમાં ખૂબ જ નબળું
સુરતના ઉધના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને આપના કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા ચહેરાઓ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસ સંગઠન શહેરમાં ખૂબ જ નબળું છે. આગામી ચૂંટણી આવી રહી છે. ત્યારે જે થોડા ગણ્યા ગાંઠિયા લોકો છે તે પણ હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આંજણાના કોંગ્રસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ અને ભરત ગોસાઈ પણ જોડાયા હતા. કપિલા પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો તેમના ઉપર થયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જે પ્રકારે રૂપિયાની ઉઘરાણી કરી હતી તે જગ જાહેર છે. કેટલા દિવસો તેમણે ભૂગર્ભમાં રહેવાની ફરજ પડી હતી. કપિલા પટેલ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે તેમના પતિ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના અનેક આક્ષેપો થયા હતા. તો બીજી તરફ આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ ભાજપમાં જોડાયા છે. આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપ પ્રમુખ ભાજપમાં જોડાયા છે.
કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો
આપના વોર્ડ નંબર 20 ના પ્રમુખ ધવલ પંચીગર અને વોર્ડ નંબર 21ના પ્રમુખ સ્નેહલ પટેલ, વોર્ડ નંબર 21ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરીયા ભાજપમાં જોડાયા છે. આપ વોર્ડ નંબર 22ના ઉમેદવાર માલવિકા કોસંબિયા, આપના યુવા પ્રમુખ સંભવ શાહ, આપ મજુરા વિધાનસભાના સગંઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતી, સુરત શહેરના સહ સગંઠન મંત્રી કિરીટ પટેલ ભાજપમાં જોડાયા છે. તેમજ તેમની સાથે કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો.
BJP Recruitment Fair Continues : મોટી મોટી વિરોધી પક્ષની વિકેટો પાડી રહ્યા છે
હમેશા પોતાની રાજકીય સુજબૂજ અને કુનેહ થી ચુંટણીમાં મોટી સફળતા હાસિલ કરતાં ભાજપના અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના સાંસદ સીઆર પાટીલ હાલ સમગ્ર ગુજરાતનાં જુદાજુદા વિસ્તારની મુલાકાત લઈને મોટી મોટી વિરોધી પક્ષની વિકેટો પાડી રહ્યા છે અને તમામ વિરોધી પાર્ટીના સંગઠનમાં ગાબડાં પાડી રહેલા ગુજરાત ભાજપાના અધ્યક્ષ આ ચુંટણીમાં તમામ બેઠકો 5 લાખથી વધુ સરસાય સાથે જીતવાનો દાવો પણ.
તમે આ પણ વાચી સકો છો :
Oranges Benefits: નારંગી પોષકતત્વોનો ખજાનો છે,જબરદસ્ત થશે ફાયદા
તમે આ પણ વાચી સકો છો :
Spanish Woman Gangrape: NCW ચીફે ભારતને અસુરક્ષિત ગણાવવા બદલ અમેરિકન લેખકની ટીકા કરી