BJP Press Conference 2024 : ભારતીય જનતા પાર્ટીનુ સંકલ્પ પત્ર જનતાનું સંકલ્પ પત્ર. અલગ અલગ મધ્યમોથી સૂચનો મેળવી તૈયાર કરશે સંકલ્પપત્ર.
ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયુ
લોકસભા ચુંટણી પહેલા લોકોના અભિપ્રાય મેળવવા ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયુ છે. જેનો નવસારી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંકલ્પ પત્રની પેટી, નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા જનતાના સૂચનો મેળવાશે.
બુથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સુચનો મેળવામા આવશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂવૅમાં ભારતીય જનતા પાર્ટીનુ સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જનજન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સુચનો માટે બુધવારે નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણાવાળા, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, લોકસભાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ, લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ, વગેરેની ખાસ ઉપસ્થિતમા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સુચન પેટી જીલ્લાના મુખ્ય સ્થાનો, કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વિકસીત ભારત મોદીની ગેરેંટી વિડિયો વાન નવસારી લોકસભામાં બે વાન મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સુચનો મેળવામા આવશે. વિવિધ સેલના માધ્યમથી જીલ્લા સ્તરે બેઠકો થકી પણ સુચનો મેળવવામા આવશે.
BJP Press Conference 2024 : સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો ને પુર્ણ કરવા માટેનો સંકલ્પ
વર્ષ 2014 અને 2019 ના સંકલ્પ પત્રમાં આપેલા વચનો માથી 95 ટકાથી વધુના કામો પુર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો ને પુર્ણ કરવા માટેનો સંકલ્પ, ભાજપાએ આપેલા વચનો પુર્ણ કર્યા છે એટલે જ આજે વધુમા વધુ લોકો તેમના સુચનો મોકલે શક્ય તમામ સુચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :