BJP Office: જુનાગઢ શહેરમાં ભાજપના નવનિર્મિત કાર્યાલય શ્રી ગિરનાર કમલમનું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ કરાયું છે. અંદાજે રૂપિયા નવ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભાજપ કાર્યાલયના લોકાર્પણમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્ગારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન પદે બેસાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું.
નવ કરોડના ખર્ચે બન્યું ભાજપનું નવું કાર્યાલય
જુનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તાર નજીક શહેર ભાજપનું નવનિર્મિત ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયેલ આ કાર્યાલય અંદાજિત 9 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. 1 વર્ષ અને 3 મહિનાના સમયગાળામાં તૈયાય થયેલ ભાજપ કાર્યાલયમા પ્રમુખ, મહામંત્રી અને વિવિધ 6 મોરચાની અલગથી ચેમ્બર તૈયાર કરાઈ છે. ઉપરાંત 2 કોન્ફ્રન્સ હોલ પણ તૈયાર કરાયા છે. 3 માળના નવનિર્મિત ભાજપ કાર્યાલય અધ્યતન સુવિધાથી સજ્જ કરાયું છે.
BJP Office: PM મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવવા આહાવાન
કાર્યાલયના લોકાર્પણ બાદ સી આર પાટીલે પોતાના સંબોધનમા જણાવ્યું હતું કે 700 થી વધુ જિલ્લામાં ભાજપનું કાર્યાલય બને તે અંતર્ગત જૂનાગઢ ભાજપનું કાર્યાલય બન્યું છે. તેઓએ જૂનાગઢ ભાજપના પાયાના જુના કાર્યકરોને યાદ પણ કર્યા હતા. આગામી સમયમાં પણ હજુ અનેક જિલ્લામાં નવા કાર્યાલય તૈયાર થશે તેવું જણાવ્યું હતું. ભવ્ય કાર્યાલય બદલ શહેર ભાજપને અભિનંદન આપ્યા હતા .સી આર પાટીલે રાજેશ ચુડાસમાને ફરી વાર પ્રજાની સેવા કરવા PM મોદીએ મોકો આપ્યો હોવાની વાત કહી 5 લાખની લીડથી 26 સીટ જીતશું તેવો ભરોષો વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત PM મોદીએ એક સાથે 15 એરપોર્ટનું લોકાર્પણ કર્યું તે વાત જણાવી અને મહિલાઓને 33 ટકા અનામત આપ્યુંની વાત પણ જણાવી હતી. મોદી સરકાર દ્વારા યુવાઓ માટે લોન અપાઈ, ખેડૂતો માટે વિવિધ યોજના બનાવાઈ અને મોદી સરકારે ગરીબો માટે અનેક કામ કર્યાની વાત પણ જણાવી હતી. PM મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવવાના છે તે વાત સાથે પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.
તમે આ પણ વાંચી સકો છે :
તમે આ પણ વાંચી સકો છે :
NDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો કેસ