BJP Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સંગઠનના દ્વારા દરેક વિધાનસભા મત વિસ્તારોમાં વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ રાખવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરમાં પ્રદેશ અધ્યક્ષથી લઈને ધારાસભ્યો પોતાના વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કરતા દેખાઈ રહ્યા છે.
BJP Loksabha Election 2024: દિવાલ પર મોદી સરકારના નારા અને કમળનું પ્રતિક દોરાયું
સુરતના મજેરા વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોતાના મત વિસ્તારમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. વોર્ડ નંબર-21માં ચિત્ર દોરવા માટેનો કાર્યક્રમ હતો, જેમાં ફરી એક વખત મોદી સરકારના નારા અને કમળનું પ્રતિક દોરવામાં આવ્યું હતું. કશ્મીરથી કન્યાકુમારી સુધી એક જ પ્રકારનો કાર્યક્રમ ભાજપ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં માત્ર કાર્યકર્તાઓ જ નહીં પરંતુ, ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ પણ હાજર રહે એવી સૂચના આપવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જુનાગઢ ખાતે તરલ તોડકાંડ મુદ્દે સંપૂર્ણ વિગત વિભાગ દ્વારા રેગ્યુલર બેઝ પર આપવામાં આવી રહી છે. વિભાગ પ્રોએક્ટિવલી સમગ્ર કેસમાં તપાસ કરી રહ્યું છે. ફરી આ અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવશે.
ભાજપના પ્રચાર અભિયાન અંતર્ગત વોલ પેંટિંગ કરવાના કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજ્ય મંત્રી દ્વારા પ્રચાર અભિયાનને વેગવંતું બનાવવા તમામ કાર્યક્રતા ને અપીલ કારવમાં આવી હતી અને આવનારા સમયમાં વધુ જોશીલા અંદાજમાં પ્રચાર અભિયાન ચલાવાશે એવું એમને કહ્યું હતું.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: