BJP Lok Sabha Election Office: ગુજરાતની તમામ 26 બેઠકો પર કાર્યાલયો ખોલાયા
રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થતાં જ હવે ભાજપ ફરી ચૂંટણીના માહોલમાં ફર્યુ છે. આજે ગુજરાતની 26 સંસદીય બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એવામાં સુરત લોકસભા બેઠક માટે પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
જેપી નડ્ડા, મુખ્યમંત્રી, સી.આર. પાટિલ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા
સુરતના લાલદરવાજા એક્સેલન્ટ બિઝનેસ હબ ખાતે મંગળવારે સવારે 10 કલાકે ભાજપના સુરત લોકસભા બેઠક માટેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વર્ચુઅલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ, તમામ ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારોએ આજના દિવસે જયશ્રી રામના નારા સાથે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો હતો.
BJP Lok Sabha Election Office: સુરત લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન
વર્ષોથી સુરત ભાજપાનો ગઢ માનવામાં આવે છે. સુરતી હમેશા ભાજપની સાથે રહ્યું છે જેના કારણે કેન્દ્ર સરકાનું પણ સુરત પર વધુ ફોકસ રહે છે. સુરત દેશ અને દુનિયામાં ઝડપથી વિકાસ પામતું શહેર હોવાની સાથે આર્થિક રીતે સમૃદ્ધ હોવાથી અહિયાં રહેતા દેશભર માંથી આવીને વસેલા લોકોના વિકાસની ભૂખ પણ કઈક વધુ હોય એ સ્વાભાવિક પણ છે. માટે સરકાર શહેરના વિકાસ માટે વિવિધ યોજના થી લઈ પ્રોજેકટો સાકર કરે છે.
ત્યારે સુરતી ઉદ્યોગપતિ અને વ્યાપારી સરકારની તિજોરી પણ ભરી રહ્યા હોય પરસ્પર બંનેનો અતૂટ નાતો સંધાયો હોવાનું દ્રશ્ય પણ ઉપસી આવે છે. મધ્યસત કાર્યાલયના ઉદ્ઘાટન બાદ હવે સમગ્ર શહેરમાં પોલિટિકલ હલચલ શરૂ થઈ જશે અને આવનારી લોકસભા સામાન્ય ચુંટણીમાં ભાજપને મોટી બહુમતી પ્રાપ્ત થાય એ મુજબની રણનીતિ નું આયોજન પણ શરૂ થઈ જશે.
તમે આ પણ વાચી શકો છો:
તમે આ પણ વાચી શકો છો: