BJP Election Campaign From Dabhoi : ડભોઇ નગરના 9 વોર્ડમાં બેઠકો યોજી કાર્યક્રતા સાથે કર્યો સંવાદ. નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા હાકલ બીજેપીને જીતાડવા મતદારોને કરી અપીલ.
મોટી સંખ્યામાં સમર્થકો સાથે ડભોઇ વિધાનસભામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ડભોઇ વિધાનસભામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સાથે પ્રચાર અર્થે ડભોઇ તાલુકાના ગામોમાં ફરી ભારતીય જનતા પાર્ટીને જીતાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી.
BJP Election Campaign From Dabhoi : 9 વોર્ડમાં બેઠકો યોજી લોકસંપર્ક કરવામાં આવ્યો
લોકસભા 2024 ચૂંટણીની તારીખ નજીક આવતા તમામ ઉમેદવારોએ પોતાના પ્રચાર પ્રસાર કાર્યક્રમ શરૂ કરી દીધા છે. તે સાથે ભાજપના છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા પણ ડભોઇ વિધાનસભાથી પોતાના પ્રચાર કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા છે. તે દરમિયાન ડભોઇ વિધાનસભામાં આવતા 4 જિલ્લા પંચાયત પણસોલી, તેનતલાવ, મોટા હબીપુરા, થુંવાવી, તેમજ ડભોઇ નગરના 9 વોર્ડમાં બેઠકો યોજી લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. સાથે જ લોકસભાની ચૂંટણીમાં 5 લાખ ઉપરાંત મત કરતા વધુ મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા મતદારોને અપીલ કરી હતી. આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, સંયોજક શશીકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, સહિત મોટી સંખ્યા માં કાર્યકરો તેમજ હોદેદારો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જશુંભાઈ રાઠવા. સાથે ડભોઇ વિધાનસભામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સાથે પ્રચાર અર્થે ડભોઇ તાલુકાના ગામોમાં ફરી ભારતીય જનતા પાર્ટીને જીતાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
General Elections’ 24: જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણી તૈયારી
RTE: પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ રોકવા શિક્ષા વિભાગ એક્સનમાં