BJP Bardoli Loksabha Office: કાર્યક્રતાને સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા સૂચના
સુરત જિલ્લાના બારડોલી લોકસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ગુજરાતમાં તમામ બેઠક પાંચ લાખથી વધુ મતોથી જીતવાનું લક્ષ્ય
લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ હવે તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે રાજ્યની તમામ 26 બેઠકો ઉપર એક જ સમયે તમામ લોકસભાના સંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનું નક્કી કરાયું હતું. પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સુરત અને તાપી જિલ્લાને સાંકળીને બનેલ બારડોલી લોકસભા બેઠક ખાતે પણ ભાજપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બારડોલી સ્થિત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના નીચેજ બારડોલી લોકસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
BJP Bardoli Loksabha Office: કાર્યકરોને ચૂંટણી તૈયારીમાં લાગી જવા માટે સૂચના
રાજ્ય સરકારના આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી કુવરજી હળપતિના હસ્તે બારડોલી લોકસભા બેઠકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની તમામ બેઠકો સાથે બારડોલી લોકસભા બેઠક પણ પાંચ લાખથી વધુ મતો સાથે વિજેતા બનવા માટે નેતાઓ દ્વારા કાર્યકરોને હાંકલ કરવામાં આવી હતી. તેમજ લોકસભાની ચૂંટણીને લઈને તમામ મંડળના કાર્યકરોને ચૂંટણી તૈયારીમાં લાગી જવા માટે રાજ્યમંત્રી તેમજ ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા કાર્યકરોને સૂચનાઓ આપી દેવામાં આવી હતી. કાર્યક્રમની સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નદ્દડાં પણ વર્ચ્યુઅલી રીતે કાર્યકરોને સંબોધન કર્યું હતું.
તમે આ પણ વાચી શકો છો :
Plane Crash: કેનેડામાં કંપનીના કામદારોને લઈ જતું પ્લેન ક્રેશ, 6ના મોત
તમે આ પણ વાચી શકો છો :