HomeElection 24BJP Again Entered The Field : ભાજપે ફરી ઉતાર્યા મેદાને, જાણો ભરૂચ...

BJP Again Entered The Field : ભાજપે ફરી ઉતાર્યા મેદાને, જાણો ભરૂચ બેઠકનું સમીકરણ, મનસુખ નામનું જાહેર થતાં કાર્યકરોમાં ઉત્સાહ – India News Gujarat

Date:

BJP Again Entered The Field : કોઈપણ પાર્ટીનો ઉમેદવાર સામે હશે હરાવવાની જાહેરાત. ભરૂચ લોકસભા બેઠક 5 લાખની લીડ સાથે જીતવાનો નિર્ધાર. લોકસભા મધ્યસ્થ કાર્યાલય પર કાર્યકરોએ મનાવ્યો ઉત્સાહ. મનસુખ વસાવા ભરૂચથી 6 વખત જીત્યા છે ચૂંટણી ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપનું ગઠબંધન.

અહેમદ પટેલના સંતાનોનું સપનું રોળાયું

ભરૂચ બેઠક પર અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ તથા તેમના પુત્ર ફૈઝલ પટેલ પણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ ગઠબંધનને લઈ અહેમદ પટેલના સંતાનોનું સપનું રોળાયું. હવે જોવાનું રહ્યું કે અહેમદ પટેલના સંતાનો શું કરે છે. આ સાથે ચૈતર વસાવાને તેમના ગુરુ છોટુ વસાવા અને મહેશ વસાવા સાથ આપશે કે કેમ ???

BJP Again Entered The Field : 2024ની ચૂંટણીને લઈને 195 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા

લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થવા લાગી છે. ત્યારે ભાજપે પોતાના 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકમાંથી 15 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 10 વર્તમાન સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 5 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. રિપીટ કરવામાં આવેલા નામમાં મનસુખ વસાવાનું નામ પણ સામેલ છે. મનસુખ વસાવા પોતાના નિર્ણયો અને નિવેદનને લઈને સતત ચર્ચામાં રહ્યા છે. એક વખતતો રાજીનામું આપવાની જાહેરાત પણ કરી હતી. ગુજરાત રાજ્યની 26 લોકસભાની બેઠક પર વર્ષ 2014 અને વર્ષ 2019માં ભાજપે તમામ બેઠકો પર કબજો કર્યો છે. ત્યારે આ ચૂંટણીમાં પણ ભાજપ તમામ બેઠકો જીતી અને જીતની હેટ્રીક મારશે. આ દરમિયાન હવે ભાજપે વર્ષ 2024ની ચૂંટણીને લઈને 195 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

સતત ચૂંટણી જિતતા આવનાર મનસુખ વસાવાને ફરી એક વાર મેદાને ઉતાર્યા

જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મનસુખ વસાવાનું નામ આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 5 વર્ષ દરમિયાન એક વાર રાજીનામું આપવાની જાહેરાત પણ કરી હતી. ત્યાર બાદ અનેક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહી ચૂક્યા છે. મનસુખ વસાવાને લઈ એવી પણ અટકળો હતી કે તેની ટિકિટ કપાઈ શકે છે. પરંતુ 1998 થી સતત ચૂંટણી જિતતા આવનાર મનસુખ વસાવાને ફરી એક વાર મેદાને ઉતાર્યા છે. ભરૂચ બેઠક પર અહેમદ પટેલને વર્ષે 1989 ચંદુભાઈ દેશમુખે હરાવ્યા હતા. તે સતત ચાર વખત ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાનાને મેદાને ઉતાર્યા હતા. અને વસાવાએ 1998, 1999, 2004, 2009, 2014, 2019 એમ છ વખત ભરૂચની ચૂંટણી મેદાનમાં બાજી મારી. હવે ફરી એક વખત મેદાને ઉતાર્યા છે.

BJP Again Entered The Field : છોટુ વસાવા એક મોટું પરિબળ બની રહેશે

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શેરખાન અબ્દુલશકુર પઠાણને 3,34,214 મતોથી હરાવ્યા હતા. તે ચૂંટણીમાં ઝગરીયાના તત્કાલીન ધારાસભ્ય છોટુ વસાવાને 1,44,083 મત મળ્યા હતા. જો 2024માં અહીંથી કોંગ્રેસ અને AAPનો સંયુક્ત ઉમેદવાર ચૂંટણી લડશે તો છોટુ વસાવા એક મોટું પરિબળ બની રહેશે. સાથે જ જો ભાજપ વિરોધી મતોનું ધ્રુવીકરણ થશે તો પાંચ લાખ મતોથી જીતવાનો ભાજપનો લક્ષ્યાંક જોખમાઈ શકે છે. આ બેઠક પર કોંગ્રેસના અહેમદ પટેલને હરાવવા માટે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના તત્કાલિન નેતા નલિન ભટ્ટ સાથે મળીને મજબૂત રણનીતિ બનાવી હતી. જેને અહેમદ પટેલ આખી જીંદગીમાં તોડી શક્યા નથી.

તમે આ પણ વાચી સકો છો :

Oranges Benefits: નારંગી પોષકતત્વોનો ખજાનો છે,જબરદસ્ત થશે ફાયદા

તમે આ પણ વાચી સકો છો :

Spanish Woman Gangrape: NCW ચીફે ભારતને અસુરક્ષિત ગણાવવા બદલ અમેરિકન લેખકની ટીકા કરી

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories