HomeElection 24Bharuch Municipality Budget: બજેટમાં સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું, 191 કરોડનું બજેટ...

Bharuch Municipality Budget: બજેટમાં સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું, 191 કરોડનું બજેટ સભામાં મંજૂર – INDIA NEWS GUJARA

Date:

Bharuch Municipality Budget: ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2024-25 નું 191 કરોડનું વ્યાપ ધરાવતું બજેટ સામન્ય સભાની મંજૂરી માટે મુકાયું હતું. આ બજેટ સામન્ય સભામાં સર્વાનુમતે મંજુર કરાયુ છે. ગત વર્ષે પાલિકાનું બજેટ 168 કરોડનું હતું તે વધારીને 191 કરોડ સુધી લઇ જવામાં આવ્યું છે.

આખરે સર્વાનુમતે 191 કરોડનું બજેટ સભામાં મંજૂર

ભરૂચ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં વર્ષ 2024-25ના 191 કરોડનો વ્યાપ ધરાવતાં બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે કારોબારી ચેરમેન હમેન્દ્ર પ્રજાપતિએ રજૂ કર્યું હતું. જેમાં ગત વર્ષે બજેટનો વ્યાપ 168 કરોડનો હતો જે ચાલુ વર્ષે વધારીને 191 કરોડ સુધી લઈ જવાયો છે. 19 કિમીનો વ્યાપ અને અંદાજીત 2.25 લાખ લોકોની વસતી ધરાવતાં ભરૂચ શહેરના બજેટમાં પાલિકાએ વધારો કર્યો છે. આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમજ ભવિષ્યના વસતી વધારાને ધ્યાને રાખી નવા પ્રોજેકટ સામેલ કરવામાં આવ્યાં છે. ચાલુ વર્ષના બજેટની રકમમાં ગત બજેટ કરતાં 23 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

Bharuch Municipality Budget: વિપક્ષે ભારે હોબાળો કર્યા બાદ બજેટને મંજૂરી

જ્યારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વેરા વધારાની દરખાસ્તને હાલ પાલિકા એ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ વિપક્ષે તેમના અને જનતાના વિરોધના કારણે વેરો વધારો નહિ કર્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદે ભાજપે પાલિકાના 30 વર્ષની સત્તામાં અનેક બજેટ રજૂ કર્યા છે. તેમાં ફાટા તળાવ શોપિંગ સેન્ટર, રંગ ઉપવન, અર્બન હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફીસનું નવીનીકરણ, વરસાદી પાણી કાસ, હૉકર્સ જોન, ફીસ માર્કેટના પ્રોજેકટ જે અગાઉના બજેટમાં લીધા હતા તે હાલમાં પણ માત્ર કાગળ પર છે. જો પાલિકાએ આ પ્રોજેકટ પુરા કર્યા હોત તો પાલિકાની આવકમાં પણ વધારો થાત હોવાના રજૂઆતો બાબતે શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આખરે સર્વાનુમતે 191 કરોડનો વ્યાપ ધરાવતાં બજેટ મંજુર કરાયુ હતું.

આ બજેટમાં આ મહત્વના પ્રોજેકટનું કામ થનાર

આ બજેટમાં સમાવાયેલાં મહત્વના પ્રોજેકટમાં જોવા જોઈતો શહેરના 8 સર્કલોનું નવીનીકરણ, ખુલ્લી કાંસ અને ગટરોને બંધ કરવી, ડોર ટુ ડોર ગાર્બેજ માટે નવો કોન્ટ્રાકટ, નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નવો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટાંકીઓ તથા સંપ ખાતે સોલાર પ્લેટો, શહેરના બગીચાઓનું નવીનીકરણ અને ચાવજથી માતરિયા સુધી પાણીની નવી લાઇન જેવા વિવિધ કામો મુકવામાં આવ્યા છે.

તમે યા પણ વાંચી શકો છો:

Virat Kohli Son: શું વિરાટ-અનુષ્કાના બાળકને યુકેની નાગરિકતા મળશે? જાણો શું કહે છે નિયમો – INDIA NEWS GUJARAT

તમે યા પણ વાંચી શકો છો:

Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.

SHARE

Related stories

Latest stories