Bardoli Lok Sabha Candidate’s Campaigning : ઇન્ડી ગઠબંધનથી કોઈ ફેર નહીં પડવાનો દાવો. પ્રભુભાઈ વસાવા દ્વારા તમામ કાર્યક્રતાને કામે લાગવા અપીલ.
ભાજપના તમામ ઉમેદવારોએ ચુંટણી પ્રચાર ખૂબ તેજ કરી દીધું
ભાજપના લોકસભા બારડોલીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા કામરેજના ઉમાં મંગલ હોલ ખાતે કામરેજ તાલુકાના કાર્યકર્તા ઓને સંબોધ્યા હતા અને લોકસભામા ભાજપના હાથ વધુ મજબૂત કરવા હાંકલ કરી હતી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ભાજપના તમામ ઉમેદવારોએ ચુંટણી પ્રચાર ખૂબ તેજ કરી દીધું છે.
કામરેજ ખાતે તાલુકા ભાજપના કાર્યકરો સાથે એક અગત્યની બેઠક યોજી હતી
લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની શક્યતાઓ છે. તમામ રાજકીય પક્ષો ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. અને ધીમે ધીમે એક પછી એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ભાજપ દ્વારા પણ ગુજરાતના 15 જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. બારડોલી લોકસભા બેઠક પર ફરી પ્રભુ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પ્રભુ વસાવાએ કામરેજ ખાતે તાલુકા ભાજપના કાર્યકરો સાથે એક અગત્યની બેઠક યોજી હતી. અને કાર્યકરોને લોકસભાની ચૂંટણીને લઇને કામે લાગી જવા આહવાન કર્યું હતું. તેમજ AAP અને કોંગ્રેસના ગઠબંધનને લઇને મીડિયા સાથેની વાતચીતમાં પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે આખા દેશમાં વિપક્ષો એક થઈને ચૂંટણી લડવા નીકળ્યા છે, ત્યારે આ સમયે દેશના રાજા પ્રમાણિક રીતે કામ કરે એ સાબિત થાય છે અને આવા ગઠબંધનથી કોઈ ફર્ક પડવાનો નથી.
Bardoli Lok Sabha Candidate’s Campaigning : 15 જેટલા ઉમેદવારો ગુજરાત માંથી જાહેર થઈ ચુકીયા છે
મોદીના નેતૃત્વમાં લડવામાં આવનારી લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપના 15 જેટલા ઉમેદવારો ગુજરાત માંથી જાહેર થઈ ચુકીયા છે ત્યારે તમામ ઉમેદવારો દ્વારા આવનારી ચુંટણીમાં વિજયના લક્ષ સાથે પાંચ લાખથી વધુ લીડથી ચુંટણી જીતવા માટે ઝંઝાવાતી ચુંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :