HomeElection 24Banej Ashram: ગીરગઢડાના બાણેજમાં એકમાત્ર મતદાર ધરાવતું દેશનું એકમાત્ર મથક - INDIA...

Banej Ashram: ગીરગઢડાના બાણેજમાં એકમાત્ર મતદાર ધરાવતું દેશનું એકમાત્ર મથક – INDIA NEWS GUJARAT

Date:

Banej Ashram: દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી હતી. આ મતદાન મથક પર એક મત પડે એટલે 100% મતદાન થયૂ ગણાય.. એકમાત્ર મતદાર માટે ૧૫ જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાય છે.. મતદાન મથક સાથે રમણીય ગીરજંગલમા કલેકટરે જાતે કચરો એકઠો કરી સફાઇ નો સંદેશ આપ્યો હતો.. અને પ્રથમ વખત સફાઈ અભીયાન પણ હાથ ધર્યૂ હતું.

કલેકટરે “બાણેજ આશ્રમ” મથકની લીધી મુલાકાત

ગીર જંગલની વચ્ચે આવેલ ઘટાટોપ વૃક્ષો વચ્ચે “બાણેજ આશ્રમ” પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિહાળી હતી. એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં ૨૫ કિ.મી. ની દૂર્ગમ મુસાફરી કરી પહોંચે છે.. મતદારોની દ્રષ્ટીએ ભારતએ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે જરૂરી હોય છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યૂ છે.

જ્યાં જંગલનો રસ્તો હોય ત્યા પહોંચવું મુશ્કેલી ભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં એક માત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના સંકલ્પને સાર્થક કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ… ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળથી ૮૦ કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી ૨૫ કિલોમીટર દૂર અને દૂર્ગમ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેની વ્યવસ્થા માટે કલેક્ટરએ જાતે મુલાકાત લીધી હતી.

Banej Ashram: એકમાત્ર માટે 15 થી વધુ અધિકારી કર્મચારીનો સ્ટાફ

ભારત દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે ૧૫ જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે. બીસ્માર રસ્તાઓ વચ્ચે ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વન વિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે ૧ પ્રિસાઈડિંગ ઓફિસર, ૨ પોલિંગ એજન્ટ, ૧ પટાવાળા, ૨ પોલીસ તેમજ ૧ સી.આર.પી.એફ. જવાન અને અન્ય સહાયક સ્ટાફ મળી ૧૫થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ બાબતે જણાવ્યું હતું કે, ‘લોકશાહીમાં એક-એક મત કિંમતી છે.

જંગલના દુર્ગમ સ્થાને ચુંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાય

દૂર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર, મતદાન કરવાના અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર પ્રયત્નો કરે છે. દેશમાં માત્ર એક મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે. જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે. જંગલ વિસ્તારના આવા દૂર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણીતંત્ર પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ.

કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી જાડેજાએ મહંતને ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી અને બાણેજ મતદાન મથક ખાતે ‘એક વોટ, સો ટકા મતદાન’ની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વેળાએ જંગલના આ બાણેજ આશ્રમમા પ્લાસ્ટીક બોટલો કચરો જોતા કલેક્ટરે જાતેજ બધો કચરો ઊઠાવી જંગલમા સફાઈ અભીયાન શરૂ કર્યૂ હતૂ. જેમા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ પણ જોડાયા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories