HomeElection 24Banaskantha: ભાજપ-કોંગ્રેસ વિજય માટે લગાવી રહ્યા છે એડી-ચોટીનુ જોર - INDIA NEWS...

Banaskantha: ભાજપ-કોંગ્રેસ વિજય માટે લગાવી રહ્યા છે એડી-ચોટીનુ જોર – INDIA NEWS GUJARAT

Date:

Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ-ભાજપના બંને મહિલા ઉમેદવારો, ભાજપથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર, વિજય માટે પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. ત્યારે આગામી 15 અને 16 એપ્રિલે બંને ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરી શક્તિ પ્રદર્શન બતાવશે.

બનાસકાંઠા જિલ્લામાં બંને પક્ષ માંથી મહિલા ઉમેદવાર

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના પોતાનો પ્રચાર પ્રસાર તેજ બનાવી રહ્યા છે. તો બનાસકાંઠા જિલ્લામાં બંને મહિલા ઉમેદવારો દ્વારા અલગ અલગ અંદાજમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે જે શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે જે રાજકીય ક્ષેત્રે ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. આમ બંને ઉમેદવારો પોતાના વિજય માટે જિલ્લામાં ઠેરઠેર પ્રવાસ કરી જાહેર સભાઓ તેમજ રેલીઓ કરી લોકો પાસેથી મત માટેની અપીલ કરી રહ્યા છે.

Banaskantha: ફોર્મ ભરવાના દિવસે બંને ઉમેદવારો શક્તિ પ્રદર્શન બતાવશે

ત્યારે જેમજેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમતેમ બંને ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આગામી 15 એપ્રિલના દિવસે મોટી સંખ્યામાં સમર્થકોને સાથે રાખી પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી કોંગ્રેસ પક્ષ માંથી પોતાની ઉમેદવારી નોંધાવશે જ્યારે ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી પણ 16 એપ્રિલે પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન બતાવી ફોર્મ ભરવામાં આવશે. આ બંને ઉમેદવારો આગામી દિવસોમાં ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવશે. હવે જોવાનુ એ રહ્યુ કે બનાસકાંઠામાં કયા મહિલા ઉમેદવાર જીતીને બાજી મારશે.

તમે આ પણ વાંચી સકો છો :

Gir Forest: સાસણ સફારી રુટ ઉપર સિંહની પજવણીનો મામલો

તમે આ પણ વાંચી સકો છો :

Farming In Traditional Way : આધુનિક સમયમાં પૌરાણિક પદ્ધતિથી ખેતી, રાસાયણિક ખાતર વગર જૂની પદ્ધતિ અનુસાર ખેતી ઉત્પાદન 

SHARE

Related stories

Latest stories