Anant Patel: વલસાડ લોકસભાના બેઠક પર ઇન્ડિયા ગઢ બંધનના ઉમેદવાર પર અનંત પટેલનું વિધાનસભાના કાર્યાલય વાંસદાના રાણીફળિયા ખાતે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતા અને કાર્યક્રતા હજાર રહ્યા હતા.
Anant Patel: આદિવાસી નેતા અનંત પટેલને મળી રહ્યું છે લોકોનું સમર્થન
વલસાડ લોકસભા બેઠક ઈન્ડિયા ગઢબંધન વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી નેતાનું નામ જાહેર થતાં આદિવાસી કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. વાંસદાના રાણી ફળિયા ખાતે આવેલો લોટસ મોલમાં અનંત પટેલના વાંસદા વિધાનસભાનું કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વાંસદા ચીખલી અને ખેરગામના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. અનંત પટેલને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અહિયાં લગ્ન પ્રસંગમાં પણ અનંત પટેલની બોલબાલા છે તેમના ગીતો ગવાઈ રહ્યા છે અને ડીજેમાં પણ બેન્ડ પાર્ટીમાં ગીતો ગવાઈ રહ્યા છે અને યુવાનો આ ગીત પર ખૂબ ઝુમી રહ્યા છે. આદિવાસી સમાજની બહેનો પણ કોંગસે સાથે રહીને કહ્યું હતું કે આજે રાજપૂત સમાજની માં, બહેનો, દીકરી ઓને અનંત પટેલએ ટેકો જાહેર કર્યો છે, સાથેજ પરસોતમ રૂપાલાને ચેતવણી આપી છે અને કહ્યું હતું કે રોકાઈ જજો. આદિવાસી સમાજ અને વાંસદા ચીખલી ના ધારાસભ્ય રાજપૂત સમાજ સાથે છે એમ તેઓએ જણાવ્યું હતું.
વલસાડ ડાંગ લોકસભા બેઠક પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કોંગ્રેસ દ્વારા ઉમેદવારા જાહેર કરાયા છે ત્યારે ભાજપ દ્વારા ધવલ પટેલનું નામ જાહેર થતાં પહેલા એનો સ્થાનિક સ્તરે ખૂબ વિરોધ નોંધાયો હતો સાથેજ પત્રિકા પણ ફરતી થઈ હતી જોકે હવે તમામ વિરોધ સમાઈ ગયો છે અને હાલ આ બેઠક પર મુકાબલો કાંટાની ટક્કર જેવો થાય એવું લાગી રહ્યું છે.
તમે આ પણ વાંચી સકો છો :
Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે
તમે આ પણ વાંચી સકો છો :