Amrit Bharat Station Scheme: વાત કરીએ આધુનિક રેલવે સ્ટેશનો ની. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના 554 જેટલાં રેલવે સ્ટેશનો, 1500 રેલવે ઓવરબ્રિજ, અંદર પાસનું શીલાન્યાસ, ઉદ્ધઘાટન, વર્યુલ થી જોડાઈ રાષ્ટ્ર ને સમર્પિત કરવામાં આવ્યું હતું જેમાં સચિન રેલ્વે સ્ટેશનો ફરી વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. અને સચિન ખાતે મોટી સંખ્યામાં આજુ બાજુના ગામો માંથી સ્થાનિકો જોડાયા હતા.
Amrit Bharat Station Scheme: સચિન ખાતે ભવ્ય આયોજન રેલવે દ્વારા કરાયું
રાજ્યના 554 રેલવે સ્ટેશનોને આદર્શ સ્ટેશન બનાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા વયચ્યુલ ભૂમિપૂજન કરી પહેલ કરી છૅ. મુસાફરોને ભવ્ય અને આધુનિક રેલવે સ્ટેશન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સુરત જિલ્લાનાં પક્ષિમ રેલ્વેમાં આવતા સચિન રેલ્વે સ્ટેશનનો સમાવેશ થતા સચિન રેલ્વે કમિટી અને રેલ્વે વિભાગ દ્વારા સ્ટેશનની બાજુમાં આવેલ જગ્યા પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા પ્રધાનમંત્રીને વર્ચ્યાલ સંબોધન સાંભળી શકે એ માટે રેલવે દ્વારા ભવ્ય આયોજન કર્યું હતું. સ્ટેશન પાસે આવેલ મેદાનમાં ભવ્ય ડોમ ઉભો કરી મોટી ડીસપ્લે લગાડવામાં આવી હતી. જેથી સ્થાનિકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળી શકયા હતા અને શીલાન્યાસ નિહાર્યું હતું. સાથે સાથે સ્કૂલના બાળકો દ્વારા સ્વાગત કાર્યક્રમ અને સંસ્કૃતિ નૃત્ય રજૂ કરી કાર્યક્ર્મની શરૂવાત કરવામાં આવી હતી.
સુરતના જિલ્લામાં પક્ષિમ્ રેલ્વેમાં આવેલ સચિન રેલ્વે સ્ટેશન અંદાજિત 25 કરોડનાં ખર્ચે નિર્માણ થઈ આધુનિક સુવિધાથી તૈયાર કરવામાં આવશે. અને સચિન વિસ્તારમાં ઇન્ડ્ટ્રીયલ એરિયા હોવાથી અહી વધુ પ્રમાણમાં મધ્ય પ્રદેશ, ઉતર પ્રદેશ, બિહાર ઝારખંડ, ઓરિસા રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રનાં લોકો રોજગાર અર્થે વસેલા છે. વહેલી તકે આ રાજ્યની લાંબા રૂટ ની ટ્રેનોનો સ્ટોપેજ પણ સચિનમાં મળે તેવી માગણી સચિન રેલ્વે કમિટી એ સરકાર અને રેલ્વે વિભાગમાં કરી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી