HomeElection 24Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી...

Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ની મુલાકાતે – INDIA NEWS GUJARAT

Date:

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સેલવાસનાં બે દિવસનાં પ્રવાસે આવ્યાં છે. સંધ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના મોંઘેરા મહેમાન બનેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં યોજાયેલા લાભાર્થી સંમેલનમાં ખુબજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ.

સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાભાર્થી સંમેલનને સંબોધ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ની મુલાકાતે હતા. જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજના ના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને લાભો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના લોકો અને લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ સંમેલનમાં સંપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ કલાબેન ડેલકરની સૂચક હાજરી જોવા મળી હતી. કલાબેને આજે સ્ટેજ પર જઈ ગૃહ મંત્રી અમિત શાહ નું પણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

Amit Shah: ભાજપને 400 પાર કરાવવા અપીલ કરી

પોતાના સંબોધનમાં ગૃહ મંત્રી અમિત શાહ એ અનેક મુદ્દે વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા. સાથેજ સંબોધન દરમિયાન અમિત સાહે ઉપસ્થિત લોકોને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી અને અમિત સાહે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની લોકસભા બેઠક પણ મોદીજી ની જોલીમાં નાખી ભાજપને 400 પાર કરાવવા અપીલ પણ કરી હતી. આ પ્રસંગે અમિત શાહે ઇન્ડિ ગઠબંધનને પરિવારવાદી ગઠબંધન ગણાવ્યું હતું અને એક તરફ દેશભક્તિથી ઓતપ્રોત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે અને ત્રીજી વખત પસંદ કરવા અને બીજી બાજુ પોતાના પરિવારજનોને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બનાવવાના પ્રયાસ કરતા પરિવારવાદી ગઠબંધન વચ્ચે મોદી ને પસંદ કરવા અપીલ કરી હતી. આમ અમિત શાહ એ અનેક મુદ્દે ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

વિઓ-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ લોકોને સંબોધી જણાવ્યું હતુ કે લોકસભાની ચૂંટણીમાં 100 કરોડ લોકો પોતાના મતઅધિકારનો ઉપયોગ કરશે, નવી સરકાર બનાવશે, ત્યારે હું અપીલ કરૂ છું કે સંધપ્રદેશની ત્રણેય સીટ મોદીજીને આપો.

તમે આ પણ વાંચી સકો છો :

Manoj Jarang fast: મનોજ જરાંગે 17 દિવસ પછી ઉપવાસ સમાપ્ત કર્યા, હોસ્પિટલમાં થયા દાખલ

તમે આ પણ વાંચી સકો છો :

Maharashtra: સુપ્રિયા સુલેએ અજિત પવાર અને સુનેત્રા પવાર પર કટાક્ષ કર્યો-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories