ABVP Protest: પશ્ચિમ બંગાળમાં તૃણમૃલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપોના પગલે દેશભરમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકારનું પૂતળા દહન કરી ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ABVP Protest: સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ABVPનું પૂતળાં દહન
પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશખલીમાં તૃણમૃલ કોંગ્રેસના આગેવાન અને નેતા શાહબાઝ ખાન દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપ મૂકવામાં આવ્યા હતા. તૃણ મુલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા આ ગંભીર આરોપોના પગલે દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે. મમતા સરકારને ઘેરવા માટે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મહિલા હોવા છતાં મહિલાઓનું સન્માન ન જાળવાતા મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. જેના પગલે સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકાર અને તૃણમૃલ કોંગ્રેસના નેતા સામે દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મમતા સરકારનું પૂતળા દહન કરવામાં આવ્યું છે. ”મહિલાઓ કે સન્માન મેં એબીવીપી કે માન મેં” ના સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી ભારે વિરોધ નોંધવામાં આવ્યો છે. યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર જ વિદ્યાર્થી પરિષદ દ્વારા રામધૂન બોલાવી મમતા સરકારને અને તેમના નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી કે મમતા સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે મહિલાઓ પર તૃણમૃલ કોંગ્રેસના નેતા દ્વારા મૂકવામાં આવેલા અઘટિત આરોપો અને અત્યાચાર ને લઈ કાર્યવાહી કરવામાં આવે. નેતા અને આગેવાન દ્વારા જે પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે તેને લઈ મહિલાઓ પાસે જાહેરમાં માફી માંગવામાં આવે. પોતે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તેમની સરકારના શાસનમાં મહિલાઓનું સન્માન જળવાયું નથી. સંદેશખલીમાની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી છે. જેથી તૃણમૃલ કોંગ્રેસના નેતા સાહબાજ ખાન સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.
તમે આ પણ વાંચી શકો છો:
Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો-INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: