HomeElection 24AAP Protest: અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે દેશભરમાં આપ કાર્યક્રતાઑનું વિરોધ પ્રદર્શન -...

AAP Protest: અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે દેશભરમાં આપ કાર્યક્રતાઑનું વિરોધ પ્રદર્શન – INDIA NEWS GUJARAT

Date:

AAP Protest: સુરતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘાં જોવા મળ્યા હતાં. વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત ન કરવા દેવા માગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, મંજૂરી વગર સમગ્ર કાર્યક્રમ કરવામાં આવતાં પગલાં ભરાયા છે.

AAP Protest: AAPના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત

દિલ્હીના મુખ્યમંત્રીની ધડપકડ બાદ ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ-કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામૂકી અને ઘર્ષણ સર્જાયું હતું.

આપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનથી ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાનું ઇન્ડિયા ગઠબંધન કાર્યકરો કહેતા ઉમેર્યું કે, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ હાર ભાળી ગઈ છે. જેથી સ્વચ્છ છબી ધરાવતા લોકોને જેલભેગા કરીને પોતે ચૂંટણી જીવતાનો કારસો કરી રહ્યાં છે. પરંતુ લોકો હવે તમામને ઓળખી ગયા છે. સમગ્ર મામલે અમારા સંવવાદદાતા અમિત રાજપૂતનો ઘટના સ્થળેથી ખાસ રિપોર્ટ જોઈએ.

તમે આ પણ વાંચી સકો છો :

Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories