AAP-Congress Coalition: આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સી.આર.પાટીલે 26 માંથી 26 સીટ 5 લાખની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આવનારી લોકસભાની ચૂંટણીને લઈને બંને પક્ષ વચ્ચે ગઠબંધન
લોક સભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે જેને લઈને તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની 26 સીટમાંથી 24 પર કોંગ્રેસ લડશે ત્યારે બે સીટ પર આમ આદમી પાર્ટી ચુંટણી લડશે એવી સમજૂતી બંને પક્ષ વચ્ચે થઈ છે. આ ગઠબંધનને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે. ભરૂચ અને ભાવનગર માંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે. તેથી ત્યાં ભાજપ જ જીતશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 126 બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. અને કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝીટ ગુમાવી હતી.
હાલ જે પ્રકારે માત્ર બે ઉમેદવારનું ગઠબંધન થયું તે ગઠબંધન જ આમ આદમી પાર્ટીની તાકાત કેટલામાં છે બતાવે છે. 2022 માં વિધાનસભાની ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવી રહ્યા છે કારણકે તે લોકો ચોમાસાના દેડકાની જેમ ચૂંટણી આવે ત્યારે જ બહાર આવતા હોય છે.
AAP-Congress Coalition: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે
વધુમાં ગઠબંધન બાબતે સી આર પાટીલે એક ઉદાહરણ પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે એક ગામની અંદર આગ લાગી ત્યારે ઘરની અંદર એક આંધળો અને એક લંગડો ફસાયેલા હતા આ બને એ ગઠબંધન કર્યું અને લંગડો આંધળાની પીઠ પર ચડી ગયો અને આંધળા ને રસ્તો બતાવવા લાગ્યો જે આગ માંથી આ બંને ગઠબંધન કરી સફળ રીતે બહાર આવી ગયા હતા. ત્યારબાદ આ બંને ને ગઠબંધન ગમ્યું અને સાથે રહેવાનું નક્કી કર્યું જેથી એક મંદિરની બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આંધળા ને લંગડાનો વજન વધતો હોય તેવું લાગ્યું. જેથી તેમને એવું લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થાય છે કારણ કે મંદિરમાંથી જે ભિક્ષા મળે છે તેમાં સમાન ભાગ પડતા નથી તેથી લંગડો ખાય પી ને જાડો થયો છે. જેથી આ બંને વચ્ચે તિરાડ પડે છે. તેવી જ રીતે આ ગઠબંધનમાં પણ અનેક તિરાડો પડશે.
રાહુલ ગાંધી ન્યાય યાત્રા ને લઈ સીઆરે જણાવ્યું હતું કે હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરી શકે તેમ નથી એવું કોંગ્રેસના લોકો જ માની રહ્યા છે. જેથી આ ગઠબંધનથી ભાજપને કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે અને ભાજપ 26 માંથી 26 લોકસભાની સીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લડશે અને પાંચ લાખની લીડ સાથે 26 માંથી 26 બેઠકો જીતશે તેવો વિશ્વાસ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વ્યક્ત કર્યો હતો.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: