HomeElection 242024 Election Preparation Begins : આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ, દમણ...

2024 Election Preparation Begins : આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ, દમણ અને દાદર નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન – India News Gujarat

Date:

2024 Election Preparation Begins : ભાજપ પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા કરાયું ઉદઘાટન. પૂર્ણેશ મોદીએ લોકસભાની ચૂંટણી જીતવા હાકલ કરી.

બન્ને સીટો ઉપર જીતનો દાવો કર્યો

આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા. દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન. પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્ણેશ મોદીએ બન્ને સીટો ઉપર જીતનો દાવો કર્યો છે.

બંને સીટ જીતવા માટે માઇક્રો પ્લાનિંગ શરૂ કરી

2024 ની લોકસભાની ચૂંટણીને લઈને પાડોશી સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા દમણ અને દાદરા નગર હવેલી. આ બંને લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ નાનકડા બંને સંઘ પ્રદેશ માં મતદારોની સંખ્યા ખૂબ જ સીમિત હોવાથી હાર જીત નું માર્જિન ખૂબ જ ઓછું હોય છે. જેથી ભાજપ એ આ બંને સીટ જીતવા માટે માઇક્રો પ્લાનિંગ શરૂ કરી દીધું છે.

ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

આજે આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્ણેશ મોદીએ લોકસભાની ચૂંટણી જીતવા હાકલ કરી હતી. અને જ્યાં સુધી આ બંને બેઠક ભાજપ જીતી ન જાય ત્યાં સુધી. ભાજપ પક્ષનો પ્રચાર કરવા આદેશ આપી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. ભાજપના ઉમેદવારનો શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર સામે હાર થઈ હતી. જેને લઈને આ વખતે ભાજપ એ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને બેઠક જીતવા પણ કમર કસી છે. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદીએ સંઘપ્રદેશ. દાદરા નગર હવેલી અને દમણ આ બંને સીટ જીતવાના દાવા કર્યા છે.

2024 Election Preparation Begins : અનેક શહેરોમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયો શરૂ

વર્ષ ૨૦૨૪ ની શરૂઆત થતાંજ રાજ્યના અનેક શહેરોમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે.આ વખતની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભવ્ય વિજયની તૈયારી હાલ થીજ શરૂ કરી દીધી છે.

તમે આ પણ વાચી શકો છો :

Land for Job Case: બધાની નજર લાલુ યાદવ પર ટકી

તમે આ પણ વાચી શકો છો :

Tharoor on Nitish: શશિ થરૂરે સાધ્યું નિશાન નીતિશ કુમાર પર

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories