HomeElection 2415 Days Intensive Program : ચૂંટણી વિભાગ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરાઇ,...

15 Days Intensive Program : ચૂંટણી વિભાગ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરાઇ, નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિ – India News Gujarat

Date:

15 Days Intensive Program : લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા ‘૧૫ દિવસ ઈન્ટેન્સિવ પ્રોગ્રામ’ અંતર્ગત મહેંદી મેગા ઈવેન્ટ.

લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે

લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે તાપી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

15 Days Intensive Program : મતદાન છે, મહાદાન

બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં સ્વીપ અંતર્ગત લોકજાગૃતિ અંગે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ માટે ‘૧૫ દિવસ ઈન્ટેન્સિવ પ્રોગ્રામ’ અંતર્ગત મહેંદી મેગા ઈવેન્ટ તથા માસ મહેંદી મેગા ઈવેન્ટ હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓએ લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે “મતદાન છે, મહાદાન”. મતદાન લોકશાહીનો પ્રાણ છે ” સ્લોગન હેથળ મહેંદી બનાવી લોકોને મતદાન જાગૃતિ સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે. બીજી તરફ જાહેર સ્થળો પર મતદાન જાગૃતિ અંગેની રંગોળી પાડીને લોકજાગૃતિ નો મેસેજ આપવામાં આવી રહ્યો છે. લોકસભાની ચુંટણીમાં નાગરિકો અચૂક મતદાન કરે તે માટે તંત્ર અને જાગૃત નાગરિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.લોકો લોકશાહીના આ પર્વમાં પોતાની ફરજ બજાવે એ ખુબજ જરૂરી છે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે તાપી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

PHD student suicide case closed after eight years: PHD વિદ્યાર્થી રોહિત વેમુલા આત્મહત્યા કેસ આઠ વર્ષ પછી બંધ, જાણો સમગ્ર મામલો

તમે આ પણ વાંચી સકો છો :

200 Grams Of Drugs Caught : સુરતના માન દરવાજા પાસે ડ્રગ્સ મળી આવ્યું પોલીસને જોઈને ભાગી રહેલા યુવક ઝડપાયો

SHARE

Related stories

Latest stories