INDIA NEWS GUAJRAT : સોશિયલ મીડિયા માં એકાઉન્ટ ખોલવા માટે 18 વર્ષથી નીચેના બાળકો ના માતા પિતાની મંજૂરી ને લઈ જૂનાગઢ ખાતે આવેલ નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા અપાયા પોતાના પ્રતિભાવો
વી.ઓ. સોશિયલ મીડિયામાં 18 વર્ષથી નીચેના બાળકોને એકાઉન્ટ ખોલવા માટે વાલીઓની મંજૂરીના કેન્દ્ર સરકારના નિયમને લઈ આજ રોજ જુનાગઢ ભેસાણ રોડ ખાતે આવેલ નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા.
આ અંગે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા માં એકાઉન્ટ ખોલવા માટે માતા-પિતાની મંજૂરી એ એક પ્રકારે જોવા જઈએ તો આજના યુગમાં ખૂબ જ જરૂરી છે જેથી કરી વિદ્યાર્થીઓ કે બાળકો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા એક પ્રકારે હવે ખચકાટ પણ પણ અનુભવશે જ્યારે સોશિયલ મીડિયા દ્વારા થતા ફ્રોડ ના બનાવો પણ ઘટશે જ્યારે વાલીઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલવા માટે માતા-પિતાની મંજૂરીના નિયમથી નાના બાળકો દ્વારા જે ન જોવાની સાઈડો જોવી ઉપયોગ કરવો તેમજ સતત સોશિયલ મીડિયામાં રહેતા બાળકોનું ધ્યાન અભ્યાસ તરફ પણ વધશે અને સાથે સાથે સોશિયલ મીડિયા ને કારણે થતા ગુનાઓનું પ્રમાણ પણ ઘટશે. સરકારનો 18 વર્ષથી નીચેના બાળકો પર મોબાઈલ પ્રતિબંધ લાવવામાં આવે.
પોઝીટીવ નેગેટિવ વિદ્યાર્થીઓ ની પ્રતિક્રિયા
સરકારે 18 વર્ષથી નીચેના બાળકો પર મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લઈ તો આ નિર્ણય બાળકોના અભ્યાસ આરોગ્ય અને આદરશજનક જીવનશૈલી માટે સહાયક બનશે. વાલીઓએ આ નિર્ણયને વધાવતા કહ્યું કે આ પગલાથી બાળકો મોબાઈલના આડઅસરોથી બચશે અને શિક્ષણમાં વધુ એકાગ્રતા અપનાવશે. વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયને પોઝિટિવ રીતે લીધું અને જણાવ્યું કે અમે હવે અભ્યાસ અને શારીરિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપી શકીશું જે અમારા ભવિષ્ય માટે જરૂરી છે.
આરોગ્ય અને શિક્ષણ માટે આવકાર્ય નિર્ણય
વાલીઓએ કહ્યું બાળકના વિકાસ માટે યોગ્ય પગલું વિદ્યાર્થીઓના અભિપ્રાયો
વિદ્યાર્થીઓએ માન્યું મોબાઈલ મર્યાદાએ ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનાવે
સમાજ પર અસર આ નિર્ણય સમાજમાં શિસ્ત અને સંતુલન લાવશે
વિરોધાત્મક પ્રતિક્રિયા આ તો બરાબર નથી! શી રીતે રમશું અને નવા જાણકારી શી રીતે મળશે?
અસમંજસ પછી અમારે હોમવર્ક માટે અથવા શિક્ષણ માટે શું કરવું? કેટલાંક એપ્લિકેશન તો સ્કૂલ માટે જરૂરી છે
ડીઝીટલ યુગમાં તાત્કાલિક ઓછા સમય માં જનરલ નોલેજ તેમજ રીત પ્રદ્ધતિ નો સાચો જવાબ મળી શેકે તે માટે મોબાઈલ યોગ્ય છે વિદ્યાર્થી
ગ્રામીણ વિસ્તાર ના વિદ્યાર્થીઓ બહાર ભણવા માટે આવવું જવું હોય કઈ બસ કઈ ટ્રેન ક્યાં પહોંચી તે પણ જાણવા મળે છે
કેટલાક માબાપ પોતાના દીકરા દીકરી મોબાઈલ ટ્રેક કરી પોતાના સંતાનો ક્યાં કઈ જગ્યા પર છે તે વોચ રાખી શકે
આ નિર્ણયનો સકારાત્મક પ્રભાવ શિક્ષણ અને સંસ્કારી જીવનશૈલીની દિશામાં મક્કમ માનવામાં આવે છે.