HomeEditorialExcessive Earphone Use: યુવાનોમાં વધુ પડતાં ઇયરફોન વપરાશના કારણે બહેરાશની વધતી સમસ્યા...

Excessive Earphone Use: યુવાનોમાં વધુ પડતાં ઇયરફોન વપરાશના કારણે બહેરાશની વધતી સમસ્યા – INDIA NEWS GUJARAT

Date:

Excessive Earphone Use: યુવાનોમાં વધુ પડતાં ઇયરફોન વપરાશના કારણે બહેરાશની વધતી સમસ્યા – INDIA NEWS GUJARATજો તમે વધારે પડતા હેડફોન્સ કે પછી હેન્ડ્સ ફ્રી નો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો કારણ કે તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી કાનમાં બહેરાશ પણ આવી શકે છે. ગુજરાતના યુવાનોમાં એક કાને બહેરાશ ધરાવતા કેસમાં છેલ્લા કેટલાક વર્ષથી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. હેડ ફોન, હેન્ડ્સ ફ્રીના વધારે પડતાં વોલ્યૂમ સાથે ઉપયોગથી પણ બહેરાશની સમસ્યામાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે.

સાંભળવાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં વધારો

બ્રિટનના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં પણ સામે આવ્યું હતું કે કોવિડ બાદ સાંભળવાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ ભારતમાં પણ છે. ડોક્ટરોના મતે ખૂબ જ ગંભીર કોવિડ હોય તેમને પ્રોમ્બોસિસ (લોહીનો ગંઠાવ) થાય છે. જે ધીરે-ધીરે શરીરના કોઈ પણ અવયવમાં પહોંચીને ત્યાં રક્તપ્રવાહની કામગીરી અટકાવી શકે છે. જેના કારણે પણ એક ભાગની શ્રવણશક્તિ ક્ષીણ પડી હોવાના કેસ જોવા મળે છે. આ ઉપરાંત અદ્યતન જીવનશૈલી પણ એક કાને બહેરાશ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

Excessive Earphone Use: મહિને ૧૫થી ૨૦ દર્દી આવે

થોડા વર્ષ અગાઉ એક કાને બહેરાશ આવી ગઈ હોય તેવા ૬ મહિને માંડ ૧ દર્દી આવતા હતા. પરંતુ હવે મહિને ૧૫થી ૨૦ દર્દી આવે છે અને તેમાંથી મોટાભાગના યુવાનો હોય છે. એક કાને બહેરાશ આવવા માટે કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડ ફોનનો વધારે ઉપયોગ, હેન્ડ્સ ફીથી ભારે વોલ્યૂમ સાથે મૂવી જોવું-મ્યુઝિક સાંભળવું જેવી બાબતનો સમાવેશ થાય છે. એક કાને બહેરાશ આવી ગઈ છે તેવી ઘણાને ખૂબ જ મોડેથી ખ્યાલ આવે છે કે તેમને એક કાને બહેરાશ આવી છે. આ ઉપરાંત બહેરાશ ગઇ છે તેવી લોકો મજાક ઉડાવશે તેવા સંકોચથી પણ અનેક લોકો સમયસર સારવાર માટે આવતા નથી. જેમ આંખ નબળી પડે તો ચશ્મા પહેરીએ છીએ તેમ શ્રવણશક્તિ નબળી પડે અને તેને લઇને સંકોચ રાખવો જોઈએ નહીં.

વધારે વોલ્યૂમનો ઉપયોગ ટાળવો

દરેક વ્યક્તિએ હેન્ડ્સ ફ્રી- લ્યુથમાં વધારે વોલ્યૂમનો ઉપયોગ ટાળવો જોઈએ. તેનાથી શ્રવણ શક્તિને નુકસાન પહોંચે છે. શ્રવણ શક્તિ નબળી પડવાથી ઘણા લોકોને વાહન ચલાવતી વખતે કોઈ પાછળથી હોર્ન વગાડતું હોય તો તે પણ સંભળાતું નથી, જેના કારણે તેના અકસ્માતનું પણ જોખમ રહે છે. કોઈ પણ વ્યક્તિને ઓછું સંભળાઈ રહ્યું તેમ લાગે તો તુરંત જ કાનના ડોક્ટરની આવી સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો :

Summer Health Updates : શું ગરમીમાં વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ ? જાણો શું રાખશો સાવચેતી ?

આ પણ વાંચો :

Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા

SHARE

Related stories

Latest stories