Wanted Criminal ARRESTED : મધ્યપ્રદેશના અલીરાજપુરથી આરોપીની કરી ધરપકડ 20 જેટલા લુટારા ભેગા થઈને વિસ્તારમાં સર્જ્યો હતો ભયનો માહોલ.
ગુન્હામાં સોડવાયેલો આરોપી ઝડપાયો
સુરતમાં લૂંટ,ધાડ, આર્મ્સ એક્ટ જેવા ગુન્હામાં સોડવાયેલો આરોપી ઝડપાયો છે. છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વૉન્ટેડ આરોપી ફાતરીયા જામસીંગ અવાછીયાની મધ્યપ્રદેશના અલીરાજપુરથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે.
Wanted Criminal ARRESTED : કુલ રૂપિયા 4.65.000 ની લુંટ કરી ફરાર
લુંટ ધાડ સહિત હથિયાર રાખી આંતક મચાવનાર ગેંગનો સાગરીત 12 વર્ષે પોલીસના હાથે ઝડપાયો છે.. આ આરોપી અને તેમનો પુત્ર સાથે અન્ય સાગરીતો સચીન વિસ્તારમાં કડીયા કામની મજુરી માટે આવેલા હતા. તે વખતે તેઓએ ખરવાસા ગામ મામાદેવ મહોલ્લામાં 15 થી 20 લૂંટારૂઓએ પોતાના હાથમાં લોખંડના પાવડા તથા લાકડાના ફટકા જેવા હથિયારો તેમજ લૂંટારૂઓ પાસે રહેલ હથીયાર માંથી ફાયરીંગ કરી અને લોકો પીછો ન કરે તે માટે ડરાવ્યાં હતાં. એક સંપ થઈ મહોલ્લામા હોહા કરી પથ્થરમારો કરી ભયનુ વાતાવરણ ઉભુ કરી ઘરમાંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 4.65.000 ની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. જે મામલે આરોપી વિરુદ્ધ વર્ષ 2012માં સચિન પોલીસ સ્ટેશનમાં લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ગુનો બન્યાના 12 વર્ષથી ફરાર થઈ ને ફરતા આ આરોપીને મધ્યપ્રદેશ ખાતે થી ઝાંપી પાડવ્મા સફળતા મેળવી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ
તમે આ પણ વાંચી સકો છો :
Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા