HomecrimeVideo Fraud: ચેટ એપથી મિત્રતા કેળવી 2.50 લાખ પડાવવાની કોશિશ - INDIA...

Video Fraud: ચેટ એપથી મિત્રતા કેળવી 2.50 લાખ પડાવવાની કોશિશ – INDIA NEWS GUJARAT

Date:

Video Fraud: સુરતના વરાછાના સમલૈગિંક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવવામાં આવ્યો હતો. અહિં વિડીયો ઉતારી ધમકી આપવામાં આવી હતી. બાદમાં ટોળકીએ યુવક પાસેથી બદનામ કરવાની ચીમકી આપીને 2.50 લાખ પડાવવાની કોશિશ કરી હતી.

Video Fraud: સમલૈગિંક યુવાનને સંબંધ બાધવા બોલાવ્યો

વરાછાનો 36 વર્ષિય સમલૈગિંક યુવાન આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. આ યુવાનને પરિવારમાં પત્ની અને 2 માસનું સંતાન છે. 4 એપ્રિલે બ્લૂડ લાઇવ એન્ડ ડેટીંગ એપથી યુવકને અજાણ્યા સાથે મિત્રતા થઇ હતી. અજાણ્યાએ પોતે અમરોલીનો હોવાનું અને કોલેજમાં ભણતો હોવાની ઓળખ આપી હતી. સાથે જ સમલૈંગિક હોવાનું જણાવી યુવકને મળવા બોલાવ્યો હતો. યુવક જ્યારે મળવા માટે નક્કી થયેલી જગ્યા એ ગયું ત્યારે ધાર્યું ના હોય એવી ઘટના આની સાથે બની હતી.

યુવક જ્યારે અજાણ્યા પાસે સંબંધ બાંધવાના ઈરાદા સાથે પહોંચ્યો ત્યારે તેનો વિડીયો બનાવાય રહ્યું હતો જેનો એને સ્વપ્ને પણ ખ્યાલ ના હતો. બાદમાં આ 36 વર્ષીય યુવકનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા માગવામાં આવ્યા હતા. આથી યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને અમરોલી પોલીસે આરોપી સુરેશ સખીયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી હતી. ત્યારે સમલૈગિંક સંબંધો રાખવાના શોખીન યુવાનને ડેટિંગ એપથી મિત્રતા કરવાનું ભારે પડ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

તમે આ પણ વાંચી સકો છો :

Inspiring Story Of Vrunda : જુઝારુ પિતા-પુત્રીની જોડી બની સેંકડો લોકોનો પ્રેરણા, સ્ત્રોતકદ નાનું પણ આત્મવિશ્વાસ આકાશથી ઊંચો

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories