Theft: માંગરોળ તાલુકાના વાંકલ ગામે શુક્રવારી હાટ બજારમા કપડાના વેપારીની કારના ટાયર માં પંચર કરી વેપારીનું ધ્યાન ચૂકવી કારમાંથી પૈસા ભરેલા પાકીટની ઉઠાંતરી ચોર ટોળકીએ કરી હતી. જોકે કારમાં પંચર પાડનારા ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
ટાયરમાં પંચર કરી ચોરએ કારમાંથી પાકીટની ઉઠાંતરી કરી
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામના બજારમાં પ્રતિ શુક્રવાર હાટબજાર ભરાય છે જેથી વેપારીઓ વેપાર કરવા માટે આવતા હોય છે માંડવી નગરના ખત્રીવાડમાં રહેતા વિપુલભાઈ મિસ્ત્રી કપડાના હોલસેલ વેપારી છે તેઓ પોતાની કાર લઈને વેપાર માટે વાંકલ ગામે આવ્યા હતા ત્યારે ખાસ વેપારીઓને નિશાન બનાવતી ગેંગના ઇસમોએ ચોરી છુપીથી કારના ટાયરમાં અણીદાર લોખંડનો સળીયો મારી પંચર પાડી દીધું હતું જેથી વેપારી વિપુલભાઈ બજારમાંથી તાત્કાલિક પંચર બનાવવા માટે મુખ્ય માર્ગ પર સ્વામીનારાયણ મંદિર તરફ પોતાની કાર હંકારી હતી પરંતુ કારનુ ટાયર બેસી જતા તેમણે કાર ત્યાં જ રોકી દીધી હતી અને કારનુ વ્હીલ બદલી રહ્યા હતા.
Theft: પોલીસ CCTV આધારે આરોપીની તપાસ શરૂ કરી
ત્યારે ચોર ઈસમોએ મોકો જોઈ કારનો દરવાજો ખોલી પૈસા ભરેલું પાકીટ ચોરી ગયા હતા ત્યારબાદ વેપારીએ કારનો દરવાજો ખુલ્લો જોતા પાકીટની ચોરી થઈ હોવાનું જણાયું હતું તેમણે આસપાસ ચોર ઇસમોની તપાસ કરી હતી પરંતુ ચોરી કરી આ ઇસમો ભાગી છુટ્યા હતા વેપારીએ વાંકલ બજારમાં એક વેપારીની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા મોઢા પર માસ્ક બાંધી આવેલો એક ઇસમ ગાડી પાસે આવી ટાયરમાં પંચર કરી રહ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે જ્યારે બીજો ઈસમ રેકી કરતો હોય તેવું જણાઈ રહ્યું છે હાલ ચોરીની ઘટના સંદર્ભમાં વેપારીએ વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં રૂપિયા 7000 ભરેલું પાકીટ અને બિલબુક ડાયરીની ચોરી થયા અંગેની ફરિયાદ આપી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
Lok Sabha Election 2024: ત્રીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ, 7 મેના રોજ થશે મતદાન
તમે આ પણ વાંચી સકો છો :
Rameshwaram Cafe Blast કેસમાં NIAને મળી મોટી સફળતા, માસ્ટરમાઇન્ડ સહિત બે આરોપીની ધરપકડ