HomecrimeSongadh Murder Case : તાપીમાં જુની અદાવત રાખી કરાઈ યુવકની હત્યા, સોનગઢમાં...

Songadh Murder Case : તાપીમાં જુની અદાવત રાખી કરાઈ યુવકની હત્યા, સોનગઢમાં ઇસ્લામપુરાના અલીફનગરના યુવકની હત્યા – India News Gujarat

Date:

Songadh Murder Case : મુસ્લિમ યુવાનો દ્રારા ચપ્પુના ઘા મારી કરાઇ હત્યા સોનગઢમાં મુસ્લિમ યુવકની મુસ્લિમ યુવકો દ્વારા કરાઇ હત્યા. જુની અદાવત રાખી ઝઘડો પતાવા ગયો ત્યારે કરાઇ હત્યા યુવકની હત્યા કરાતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ.

ગણતરીના કલાકોમાં પકડી પાડી જેલમાં ધકેલી દીધા

તાપીના સોનગઢમાં ગતરાત્રે યુવકની હત્યાનાં આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી જેલમાં ધકેલી દીધા છે. તાપીના સોનગઢમાં ગત મોડીરાત્રે યુવકની હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. નઝીમ પઠાણ નામના યુવકને મુસ્લિમ યુવાનોએ ચપ્પુના ઘા મારી પતાવી દેતાં પંથકમાં ચકચાર મચી હતી.

કુલ ત્રણ હત્યારાઓ બાઈક પર નાસી છૂટયા હતા

સોનગઢ નગરના ઇસ્લામપૂરા ટેકરા વિસ્તારમાં રહેતા નઝિમ મહેમુદ પઠાણની ગતરાત્રે સોનગઢમાં જેસિંગપુરા ટેકરા પર આવેલી એક હોટલ નજીક હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે હત્યા બાદ ત્રણેય હત્યારાઓ બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવની વિગત એવી છે કે મરનાર નઝિમ અને તેના મામાનો દીકરો ગતરોજ ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે 22 મી એપ્રિલના રોજ દિવસ દરમિયાન કપડાં વેચવા તેમજ ટેમ્પોના ભાડા બાબતે ઝગડો થયો હતો, આ ઝઘડાનું સમાધાન કરવાનાં બહાને સોનગઢના જેસિંગપુરા પાસે હોટલ નજીક નઝિમને બોલાવી યુવકની હત્યા કરાઈ હતી. જેમાં સગીર વયના કિશોરે ઉશ્કેરાટમાં આવી નઝિમને છાતીના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો હતો. જ્યારે હત્યામાં સંડોવાયેલા કુલ ત્રણ હત્યારાઓ બાઈક પર નાસી છૂટયા હતા, ત્યારે આ તરફ નઝીમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Songadh Murder Case : બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેલન્સ ની મદદ લઈ ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા

પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઇને આરોપીઓને પકડવા બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેલન્સ ની મદદ લઈ ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં એક સગીર વયનો કિશોર, અકીલ નાસીર પઠાણ અને ફરહાન ઉર્ફે બાબા નાસીર પઠાણને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સામાન્ય બાબતમાં સગીર વયની ઉમરે ઉશ્કેરાટ અને ગુનાહિત માનસિકતા એટલી હદે હાલ વધી રહી છે કે નાની ઉમરે પણ ગંભીર ગુના આચારતા અચકાતા નથી એ ખુબજ ગંભીર બાબત કહી શકાય એવો આ કિસ્સા પર થી દેખાઈ રહ્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

Celebration Of Fire Service Day/ફાયર સર્વિસ ડેની ઉજવણી, ફાયર સેફ્ટી માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

તમે આ પણ વાંચી સકો છો :

Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories