HomecrimeScam :રાજકોટના જિલ્લા નોંધણી ભવન ખાતે નકલી દસ્તાવેજ બનાવી મોટું કૌભાંડ આચર્યું...

Scam :રાજકોટના જિલ્લા નોંધણી ભવન ખાતે નકલી દસ્તાવેજ બનાવી મોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું

Date:

INIDA NEWS GUJARAT : રાજકોટમાં દસ્તાવેજ કૌભાંડની ચકચારી ઘટનાના શહેરમાં ઘેર પડઘા પડ્યા છે.જે સમગ્ર કૌભાંડ રાજકોટના જિલ્લા નોંધણી ભવન ખાતે નકલી આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.આ કૌભાંડમાં વર્ષ 1972 પહેલાના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં કચેરીના સુપરવાઇઝર અને કોન્ટ્રાક આધારિત કર્મચારી સહિત ત્રણ શખ્સોએ 17 દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ ગુનાહિત બનાવમાં પોલીસે સૌ પ્રથમ જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી.આ મામલે એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન ડી.જે.વસાવાએ જણાવ્યું કે, અમદાવાદની બીએનએસ એજન્સીના કોન્ટ્રાકટ આધારિત સુપરવાઇઝર જયદીપ ઝાલા, કોન્ટ્રાકટ આધારિત કર્મચારી હર્ષ સોની અને વકીલના વ્યવસાય સાથે સંકળાયેલ કિશન ચાવડાએ સમગ્ર કૌભાંડ કર્યું હોવાનું ખુલ્યું હતું.જે બાદ પ્ર નગર પોલીસે કોન્ટ્રાક્ટર જયદીપ ઝાલા ની ધરપકડ કરી હતી અને બાદમાં પોલીસને અન્ય આરોપી વિશે

માહિત મળતા સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હર્ષ સોની છે. ત્યારે હર્ષ સોનીના ઘરે પોલીસે રેડ કરતા દસ્તાવેજ સાથે ચેડા કરવાના સાધન સામગ્રી મળી આવ્યા હતા.ત્યારે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે અમદાવાદના વેજલપુર માંથી હર્ષ સોનીની અટકાયત કરી રાજકોટ લઈ આવવામાં આવ્યો છે. જે સંદર્ભે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું કે,દસ્તાવેજ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હર્ષ સોની પોલીસના ઝબ્બે છે.અમદાવાદના વેજલપુરથી આરોપીની કરી અટકાયત કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા આગળની દિશમાં કાર્યવાહી હાથ ધરાઈ છે.


સમગ્ર કૌભાંડમાં સરકારી કર્મચારી કે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ શરૂ છે.તપાસમાં 17 જેટલા દસ્તાવેજમાં ચેડા કર્યાનું ખુલ્યું વધુમાં જાણવા મળતી વિગત મુજબ, પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે સબ રજીસ્ટાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓ દ્વારા કિંમતી દસ્તાવેજોનો કપટ પૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા હસ્તલેખિત દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ ડીલીટ કરી તેમાં ચેડા કરવામા આવ્યા હતા. ડીલીટ કરેલા દસ્તાવેજોની જગ્યાએ ખોટા બનાવેલા દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કોમ્પ્યુટરમાં સેવ કરવામાં આવી હતી. આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરતા હતા.

Terrorist Abdul Died: 26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મૃત્યુ, હાર્ટ એટેકથી મૃત્યુ-India News Gujarat

SHARE

Related stories

Latest stories