INDIA NEWS GUJARAT : રાજકોટ શહેર જાણે કૌભાંડોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટની સરકારી કચેરીઓમાં ચાલતા કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતાં ઓપરેટરો દ્વારા નકલી દસ્તાવેજનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
40 વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજોમાં મૂળ માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા તો કેટલાકમાં તો માલિકો જ બદલાવી દેવાયા હતા. રાજકોટ પ્ર નગર પોલીસે આ અંગે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો છે આ તકે સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો કે જયારે રાજકોટના મઘરવાડાના જમીનધારકની જમીનના દસ્તાવેજમાં તેમના ઉપરાંત કોઇ અજાણી વ્યક્તિનું બારોબાર નામ ઉમેરી દેવાયાની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં જમીન માલિક દ્વારા અરજી કરવામાં આવી હતી.
આ મામલે કચેરીના સબ રજિસ્ટ્રાર અતુલ દેસાઇ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતાં એક જ દસ્તાવેજ નહીં પરંતુ અનેક દસ્તાવેજોમાં ચેડાં થયાનું ખુલ્યું હતું અને કચેરીમાં જ નોકરી કરતા શખ્સોએ આ ખેલ પાડ્યાનો પણ ભાંડાફોડ થયો હતો.ત્યારે હાલ આ મામલે સબ રજિસ્ટ્રાર દેસાઇએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં કચેરીમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં જયદીપ ઝાલા, અગાઉ નોકરી કરી ચૂકેલા હર્ષ સાહોલિયા અને કિશન ચાવડા સામે ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જ હાલ અત્યારે જયદીપ ઝાલાની પ્ર નગર પોલીસ ખાતે ધરપકડ કરવામાં આવી છે તેમજ હર્ષ સોની અને કિશન ચાવડા ને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : CAR FIRE : દયાન રાખજો તમારી જોડે પણ કાર ચલાવતી વખતે કયારે આવું ન થાય, નહીં તો જીવ ગુમાવવાનો વારો આવશે.